સૌરાષ્ટ્ર પર મેઘરાજાની મહેરબાની 110 નહીં 116%

‘અબતક’ દ્વારા ચોમાસા પૂર્વે કરેલી સવાયા વરસાદની આગાહી સાચી ઠરી

 

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્ર ગુજરાત માંથી દક્ષીણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે ત્યારે મંગળવાર સુધીમાં ચોમાસાની સિઝનના કુલ વરસાદમાં સૌરાષ્ટ્ર વરુણ દેવની વિશેષ કૃપા થઈ હોય તેમ સિઝનમાં સૌરાષ્ટ્ર પર 110 ટકા નહીં પણ 116 ટકા જેટલો વરસાદ વરસ્યો છે હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર ઉપર આ વખતે મેઘરાજાની સવાઇ કૃપા રહેવા પામી છે

અબ તક દ્વારા ચોમાસાના આગમન પૂર્વે જ આગાહી કરી હતી કે આ વર્ષે સૌરાષ્ટ્ર ગુજરાત પર મેઘરાજાની વિશેષ કૃપા રહેશે મંગળવાર સુધીમાં ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે ત્યાં સુધીમાં સૌરાષ્ટ્ર પર 110 નહીં પણ 116% વરસાદ વરસાદ છે.

હવામાન વિભાગના આંકડા મુજબ ગુજરાત પ્રદેશ કક્ષાએ વાર્ષિક વરસાદ નો આંક 703.4 મીમી વરસાદ નોંધાયો છે જે ગયા વર્ષના 692.4 ના પ્રમાણમાં વધુ છે અને 102 ટકા રહેવા જાય છે ત્યારે રાજય કક્ષાએ વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 ટકા વધુ વરસાદ વરસ્યો છે જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ 12 જેટલી અસર પડી રહી છે પરંતુ સૌરાષ્ટ્ર વખતે નસીબદાર પુરવાર થયું છે રાજ્યના કુલ 33 જિલ્લા 20 જિલ્લાઓમાં સામાન્યથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે 13 જિલ્લાઓમાં સપ્રમાણ વરસાદ વરસ્યો છે આ વખતે સમયસર વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મગફળી કપાસ એરંડા અને કઠોળના બમ્પર ઉત્પાદન ની શક્યતાઓ ઊભી થઈ છે સૌરાષ્ટ્ર માટે આ વર્ષ શુકનવંતુ અને સવાયું બની રહ્યું છે.

હવે ખમૈયા કરો મેઘરાજા: રાજ્યના 46 તાલુકામાં વરસાદ

સપ્ટેમ્બર માસમાં રેકોર્ડ બ્રેક વરસાદ બાદ ઓક્ટોબરમાં પણ વરૂણ દેવ સતત વરસી રહ્યાં છે: રાજ્યમાં 96.65 ટકા વરસાદ

રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં રેકોર્ડ બ્રેક સરેરાશ 17 ઇંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ ઓક્ટોબર માસમાં પણ મેઘરાજા ખમૈયા કરવાનું નામ લેતા નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 46 તાલુકાઓમાં હળવા ઝાંપટાથી લઇ પોણા બે ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે હવે ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. ચોમાસાના પાછા ફરતા પવનોના કારણે સીવી ફોર્મેશન બનવાથી વરસાદ વરસી ગયો છે. જો કે સૌરાષ્ટ્રમાં બુધવારે એંકદરે મેઘ વિરામ જેવો માહોલ રહ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વડોદરા જિલ્લાના પાદરામાં 40 મી.મી. વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 46 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયુ છે. રાજ્યમાં આ વર્ષ ચોમાસાની સિઝનમાં ગુજરાત 96.65 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 112.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.94 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 84.55 ટકા, સૌરાષ્ટ્રમાં 116.03 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 94.97 ટકા વરસાદ પડ્યો છે. અતિવૃષ્ટિ છતા રાજ્યમાં હજી અતિશય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે.