Abtak Media Google News

ભાવનગર અને તેના નજીકના વિસ્તારમાં સ્ટેટ જીએસટીની ટીમ ત્રાટકી !!!

ભાવનગરમાં ગૃહ ઉદ્યોગની જેમ ફૂલી ફાલી રહેલા બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ જેવી જીએસટીની કરચોરીના પ્રથમ પગથીયા સુધી પહોંચવા માટે સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા ભાવનગરના આધાર કેન્દ્રો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જીએસટી નંબર મેળવવાની ફાઇલો તૈયાર કરવામાં આવી રહી હતી. આ કૌભાંડની અત્યારસુધીની તપાસમાં 470 બોગસ પેઢીઓ મળી આવી છે, અને 2700 આધાર નંબરો સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનું ખુલ્યુ છે. જો કે વિસ્તૃત તપાસ હજુ ચાલુ છે, અને 470 બોગસ પેઢીઓ વડે કરવામાં આવતી જીએસટી કરચોરીનો આંકડો કરોડો રૂપિયાને પાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement

સ્ટેટ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા બુધવારે સવારથી જ ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 25થી વધુ આધાર કેન્દ્રો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. અને ગુરૂવારે પણ આ કામગીરી આગળ ધપાવવામાં આવનાર છે. અત્યારસુધીમાં એન્ફોર્સમેન્ટ વિંગને મોટા જથ્થામાં આધારકાર્ડ, ફોટા, મોબાઇલ સીમકાર્ડ મળી આવ્યા છે, અને હવે પીડિત વ્યક્તિઓના નિવેદન લેવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે.

બોગસ પેઢીઓની રચના કરી કરવામાં આવતી જીએસટી કરચોરીના મૂળીયા સુધી પહોંચવા તંત્રને સફળતા હાથ લાગી છે. ગરીબ, મજૂર, અભણ લોકોને સરકારી સહાય, લોન અપાવવાના બહાને આધાર કેન્દ્ર ખાતે લાવવામાં આવે છે, અને ત્યાં તેઓની થમ્બ ઇમ્પ્રેશન લઇને સંબંધિત આધાર નંબર સાથેનો લિંક્ડ મોબાઇલ નંબર બદલી નાંખવામાં આવે છે. બાદમાં પાનકાર્ડ, જીએસટી રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

પાલીતાણામાં બે આધાર કેન્દ્રો ઉપર સ્ટેટ જીએસટીની ઇન્વેસ્ટિગેશન રિંગ દ્વારા જેસર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેમાં 2725 જેટલા આધાર કાર્ડના ડેટા સાથે કેળા કર્યા હોવાનું સામે આવ્યું છે ને જે વાતથી 2700 વધુ જીએસટી નોંધણી પણ કરાવવામાં આવેલી છે હાલ આ કેસમાં સ્ટેજ જીએસટીની ટીમ સાથે સાઈબર ક્રાઈમના અધિકારીઓ પણ જોડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.