Abtak Media Google News

જે.ડી.એન્ટરપ્રાઇઝ અને શિવ એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢીના નામે ઇન્ડક્શન મોટર, ગીયર બોક્સ અને કલર પ્લાયશીટ મંગાવી છેતરપિંડી કરી

અટિકા વિસ્તારના પાંચ કારખાનેદારને બોગસ જીએસટી નંબર આપી ખોટા નામના વિઝીટીંગ કાર્ડ આપી રૂા.48 લાખના કિંમતની ઇન્ડક્શન મોટર, ગીયર બોક્સ અને કલર પ્લાયશીટ મંગાઇ ઠગાઇ કર્યાની સ્વામી નારાયણ ચોકના હર્ષદ જયંતિ ડોડીયાએ ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

વિગતો મુજબ નાનામવા રોડ પર રહેતા અને અટિકા ફાટક પાસે સરદાર પટેલ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઇલેપલ એન્જીન્યરીંગ નામે કારખાનું ધરાવતા ઉદ્યોગકાર સાવનભાઈ સાવન નરેન્દ્રભાઈ તાળાએ પોતાની ફરિયાદમાં હર્ષદ જયંતીભાઈ ડોડીયા નામના શખ્સે તેના પિતા, મોટાબાપુ અને પિતાના મામા આ કારખાનામાં પ્રોપરાઈટર છે, જેમાં પોતે મેનેજર છે અને મોટાબાપુનો દીકરો હર્બીલ પણ તેની સાથે છે. એક દિવસ હર્પીલના મિત્ર વિનય ભટ્ટે આવીને કહ્યું હતું કે પોતે હર્ષદ ડોડીયાને ઓળખે છે, જે કચ્છના સામખીયાળીમાં રેતીનો પ્લાન્ટ ધરાવે છે. અને તેને ઈન્ડક્શન મોટરો જોઈએ છે. એ પછી હર્ષદે જીએસટી નંબર વગેરે વિગતો વોટસએપથી મોકલી હતી. હર્ષદે જે.ડી. એન્ટરપ્રાઈઝ અને શિવ એન્ટરપ્રાઇઝના બોગસ વિઝીંટીંગ કાર્ડ છપાવી, જુદા જુદા મોબાઈલ નંબર લખી, ધવલ લલિત ડોડીયા અને સાગર મહેશ રાવલનું નામ ધારણ કરી જીએસટી નંબર મોકલીને તે પેઢીના નામના ચેકો આપી માલ મેળવ્યો હતો. પહેલા તબક્કે 34, બાદમાં 26 ઈન્ડક્શન મોટર તેમની પાસેથી મેળવી હતી. પહેલીવાર તે પોતે ગાડી લઈને માલ લઈ ગયો હતો તથા બાદમાં તેના વતી વિનય ચેક આપી ગયો હતો. બીજી વખત તેણે માલ મગાવીને ચેક મોકલ્યો હતો.

ત્યારબાદ ત્રીજી વખત 10 મોટર મગાવી હતી, પરંતુ તેની ડિલીવરી કરતા પહેલા પ્રથમ વખતનો ચેક બેન્કમાં નાખતા તે બાઉન્સ થયો હોવાથી માલ મોકલ્યો ન હતો.આ અંગે જાણ કરતા તેણે હાલ પોતાના ખાતામાં બેલેન્સ ન હોવાનું તથા બીજો ચેક બાઉન્સ થયો ત્યારે રેતીના ધંધામાં પૈસા અટકી ગયા હોવાનું બહાનું કાઢ્યું હતું. દરમિયાન ગોંડલ રોડ સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં હર્ષદ દર્શાવેલી જે.ડી. એન્ટરપ્રાઈઝ બાબતે તપાસ કરતા ત્યાં એવી કોઈ પેઢી છે જ નહીં તેમ જાણવા મળ્યું હતું. દરમિયાન વધુ તપાસ કરતા હર્ષદ સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં આદિત્ય એન્જિનિયરીંગ કારખાનું ધરાવતા અમરીશ ધીંગાણી પાસેથી ઈન્ડક્શન મોટર મેળવીને 6.74 લાખ, મહેશ ભીમજી ચોવટીયા પાસેથી કલર પ્લાયશીટ મગાવીને 10.84 લાખ તથા કેવિન પરસોતમ વણપરીયા (મીરા કાસ્ટીંગ) પાસેથી ઈન્ડક્શન મોટર અને ગિયર બોક્સ મંગાવી 18.99 લાખ રૂપિયા નહીં ચુકવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આરોપી હર્ષદે ખોટા દસ્તાવેજ બનાવીને સાચા તરીકે ઉપયોગ કર્યાની તથા છેતરિપંડી આચરતા ગુનો નોંધી તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.