Abtak Media Google News
  • 1016 ઉમેદવાર ઉત્તીર્ણ થયા, તેમાં ટોપ 100માં ત્રણ ગુજરાતીનો સમાવેશ

યુપીએસસી ફાઇનલનું પરિણામ જાહેર થયુ છે સપ્ટેમ્બર માસમાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 1016 ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. એમાં ટોપ 100માંથી ત્રણ ગુજરાતીનો સમાવેશ થાય છે, જ્યારે જનરલ કેટગરીમાં 347, ઇડબ્લ્યએસ કેટેગરીમાં 115, ઓબીસીમાં 303, એસસીમાં 165 અને એસટીમાં 86 ઉમેદવાર પાસ થયા છે તેમજ 1016 ઉમેદવારમાંથી કુલ 25 ગુજરાતી ઉમેદવાર યુપીએસસી ક્લિયર કરવામાં સફળ થયા છે. આમ, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 25 ઉમેદવાર પાસ થયા છે. આ પહેલાં 2014માં 22 ઉમેદવાર સફળ રહ્યા હતા, જેનો રેકોર્ડ તૂટી ગયો છે. જ્યારે આ પરીક્ષામાં પાટીદારોનો પાવર જોવા મળ્યો છે અને 8 ઉમેદવારે યુપીએસસીમાં મેદાન માર્યું છે.

આ વર્ષે ગુજરાતમાંથી સિવિલ સર્વિસીસ માટે સિલેક્ટ થનારા ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે 16 ઉમેદવાર સિલેક્ટ થયા હતા. ગુજરાતમાંથી આ વર્ષે સ્પીપા અને અન્ય કોચિંગ ઈન્સ્ટિટ્યુટમાંથી તાલીમ મેળવનારા અંદાજે 26 જેટલા ઉમેદવારોએ યુપીએસસી ફાઈનલ પરીક્ષા પાસ કરીને સિવિલ સર્વિસીઝ માટે સિલેક્ટ થયા છે. આ વર્ષે પણ પ્રથમવાર દેશના ટોપ 100 રેન્કમાં ગુજરાતના ચાર ઉમેદવારો છે. જેમાં 31,43,62 અને 80મો રેન્ક ગુજરાતમાંથી છે.

2023ની પરીક્ષા પ્રક્રિયામાં સ્પીપાના 219 ઉમેદવારો પ્રિલિમ પરીક્ષામાં પાસ થયા હતા અને જેમાંથી 60 ઉમેદવારો મેઈન પરીક્ષા પાસ થયા હતા. જેઓએ પર્સનાલિટી ટેસ્ટ આપી હતી અને આ 60 ઉમેદવારોમાંથી 25 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ છે. જ્યારે અમદાવાદની એક યુવતી ગરીમા મુંદ્રા સેલ્ફ સ્ટડી દ્વારા દેશના ટોપ 100 રેન્જમાં આવી છે અને 80મો રેન્ક મેળવ્યો છે. આ વર્ષે પાસ થનારા ઉમેદવારોમાં સૌથી વધુ સોશિયોલોજી વિષય ધરાવતા છે.

સ્પીપાના જે 25 ઉમેદવારો યુપીએસસી ફાઈનલમાં ક્વોલિફાઈ થયા છે તેમાં ચાર ઉમેદવારો ગત વર્ષે પણ ક્વોલિફાઈ થયા હતા. ચાર ઉમેદવારે ફરી પરીક્ષા આપી અને ત્રણ ઉમેદવારોને રેન્ક ઉપર ગયો છે પરંતુ એક ઉમેદવારનો રેન્ક ગત વર્ષે જે હતો તેના કરતા પણ ઘટી ગયો છે. ગત વર્ષે 145મો રેન્ક મેળવનાર અતુલ ત્યાગીએ આ વર્ષે 62મો, ગત વર્ષે 394મો રેન્ક મેળવનાર વિષ્ણુ શશિકુમારે આ વર્ષે 31મો રેન્ક મેળવી દેશના ટોપ 50માં સ્થાન મેળવ્યુ છે. જ્યારે ચંદ્રેશ સાંખલાએ ગત વર્ષે 414મો રેન્ક મેળવ્યો હતો અને આ વર્ષે 392મો રેન્ક મેળવ્યો છે.પરંતુ કેયુર પારગીને જ્યાં ગત વર્ષે 867મો રેન્ક હતો ત્યારે આ વર્ષે ઘટીને 936મો રેન્ક થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.