Abtak Media Google News

નાગપુરથી મુંબઇ જતી બસ મોડીરાતે ટાયર ફાટતા વીજ પોલ સાથે અથડાતાની સાથે ડિઝલ ટાંકી ફાટતા બસમાં ભીષણ આગ લાગી

ભરઉંઘમાં કાળનો કોળીયો બનેલા મુસાફરોના મૃતદેહ ઓળખવા મુશ્કેલ

નાગપુર થી મુંબઇ જતી બસ બુલઢાણા પાસે પિપલખુા ગામે મોડીરાતે પહોચી ત્યારે બસ ચાલકે સ્ટીગરીંગ પરનો કાબુ ગુમાવત વીજ પોલ સાથે અથડાયા બાદ પલટી ખાઇ ગઇ હતી. બસ પલ્ટી ખાતા ટાયર ફાટયું હતું. અને ડિઝલની ટાંકી ફાટવાના કારણે બસમાં વિકરાળ આગ લાગતા ભર ઉંઘમાં રહેલા ર6 મુસાફરો સળગીને ભડથુ થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા છે. ગમખ્વાર અકસ્માતમાં કાળનો કોળીયો બનેલાઓને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ રૂ. પ લાખની સહાયની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે બસ અકસ્માત સર્જાયો હતો. યવતમાલથી પુણે જઈ રહેલી બસ પોલ સાથે અથડાઈ અને ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ. એને કારણે એમાં આગ લાગી ગઈ. બસમાં 33 મુસાફરે સવાર હતા, જેમાં 26 લોકો દાઝી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

બસની બારીના કાચ તોડીને આઠ લોકોએ પોતાનો જીવ બચાવ્યો હતો. બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક પિંપલખુટા ગામ નજીક સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર મોડી રાતે લગભગ 1.30 વાગ્યે આ જીવલેપ અકસ્માત થયો હતો. બુલઢાણાના એસપી સુનીલ કડાસેને જણાવ્યું કે, અકસ્માતમાં બસનો ડ્રાઈવર બચી ગયો છે.તેણે જણાવ્યું કે ટાયર ફાટી ગયા પછી આ ગમખ્વાર અકસ્માત થયો હતો. બાદમાં બસની ડીઝલ ટાંકીમાં આગ લાગી હતી, જેના કારણે આગ ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 3 બાળકોનાં પણ મોત થયા છે.

સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે બસ પલટી જવાને કારણે ડીઝલની ટાંકી ફાટી હતી. જેના કારણે રોડ પર ડીઝલ ફેલાઈ જવાની આગ લાગી હતી. આગે થોડી જ વારમાં આખી બસને ઝપેટમાં લઈ લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલી લક્ઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, ત્યારે પિંપલખુટા ગામ પાસે આ ગોજારો અકસ્માત થયો હતો. મોડી રાત્રે  1.30 વાગ્યાના આસપાસ તે પોલ સાથે અથડાઈને ડિવાઈડર સાથે અથડાતા તેમાં આગ લાગી હતી. પોલીસના જણાવ્યા મુજબ 7 મુસાફરો ગંભીર રીતે ઘાયલ છે, તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે મુસાફરો નાગપુર, વર્ધા અને યવતમાલના રહેવાસી હતા.

બસનો દરવાજો નીચે આવી જતાં કોઈ બહાર નીકળી શક્યું ન હતું પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરે બસમાં સંતુલન ગુમાવી દીધું હતું. બસ પહેલા લોખંડના પોલ સાથે અથડાઈ હતી. આગ વચ્ચે બનેલા કોંક્રીટ ડિવાઈડર સાથે અથડાયા બાદ એ પલટી ગઈ હતી. બસ ડાબી તરફ વળી, જેના કારણે બસનો દરવાજો નીચે આવી ગયો. આવી સ્થિતિમાં લોકો પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. પોલીસે બસમાંથી 25 મૃતદેહને બહાર કાઢ્યા છે. ગંભીર રીતે દાઝી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની છે.

બસના આઠ મુસાફરોને બારીના કાચ તોડી બચાવ્યા

બસનો અકસ્માત સર્જાયો ત્યારે બસ ડાબી બાજુ પલટી મારી જતા દરવાજો નીચેની તરફ આવી ગયો હતો.જેથી બસમાં રહેલા લોકોને બહાર નીકળવું શક્ય બન્યું ન હતું અને બસમાં આગ લાગતા બસમાં રહેલા 25 જેટલા લોકો બળીને મળતું થયા હતા ત્યારે બનાવની જાણ આસપાસના વિસ્તારના લોકોને થતા તેઓએ તાત્કાલિક બચાવ કામગીરી કરી હતી. અને આઠ લોકોને બસની બારી તોડી ભર કાઢી તેમનો જીવ બચાવ્યો છે.

બસનો દરવાજો નીચેની તરફ દબાઈ જતાં કોઈ બહાર નીકળી શક્યું નહિ

નજરે જોનારના જણાવ્યા અનુસાર બસનું ટાયર ફાટતાં ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો હતો. બસ પહેલા લોખંડના પોલ સાથે અથડાઈ હતી. બાદમાં બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. બસ ડાબી તરફ પલટી હતી, જેના કારણે બસનો દરવાજો નીચેની તરફ આવી ગયો હતો. આવી સ્થિતિમાં લોકો પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. પોલીસે બસમાંથી 25 મૃતદેહોને બહાર કાઢ્યા છે.જ્યારે 9 લોકોને બચાવી સારવારમાં ખસેડ્યા હતા.જ્યાં એક નું સારવાર દરમિયાન મોત નીપજતાં મોતનો આંકડો 26 પોહચ્યો હતો.હાલ ગંભીર રીતે દાઝી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે.

મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને 5 લાખ સહાયની જાહેરાત કરી

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુલઢાણા બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.5-5 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.