Abtak Media Google News

હંમેશા સેનાના જવાનો તેમજ સુરક્ષાબળો આતંકીઓ કે દુશ્મનોને ઠાર મારવા માટે વારંવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે આર્મી દ્વારા આ વખતે શિક્ષણના ક્ષેત્રે અનોખુ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું છે. કાશ્મીરમાં લશ્કરના કોચીંગથી ૩૫ માંથી ૨૮ વિદ્યાર્થીઓ જેઈઈ મેઈનમાં પાસ થયા છે. જેની ટકાવારી ૮૦ ટકા જેટલી છે. ત્યારે સેનાના આ નવા ક્ષેત્રે અનોખા ખેડાણની સરાહના થઈ રહી છે. ભારતીય આર્મીના ૯ યુવાનો દ્વારા પોતાની સુપર-૪૦ બેચ સુપર-૩૦ વિદ્યાર્થીઓની જેમ ચલાવવામાં આવે છે.

ભારતની એન્જિનિયરીંગ માટે પ્રવેશની મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષા છે. હવે આ વિદ્યાર્થીઓ માટે આઈઆઈટીના પ્રવેશના દ્વારા ઉઘડી જશે. હંમેશા દેશની સુરક્ષા માટે સજ્જ આર્મી દ્વારા આ ૪૦ વિદ્યાર્થીઓ માટેની સ્થાનિક બેંચ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી જેઈઈને સફળતાથી પાસ કરાવવામાં આવે છે.

આ પરીક્ષામાં ૨૬ છોકરાઓ અને ૨ છોકરીઓ દ્વારા આ વર્ષે સુપર-૪૦ની બેચમાંથી પાસ થઈને જેઈઈ મેઈનમાં ડંકો વગાડયો છે. જયારે પાંચ વિદ્યાર્થીઓ અંગત કારણસર પરીક્ષામાં બેઠા ન હતા માટે કુલ ૩૫ માંથી ૨૮ વિદ્યાર્થીઓ જેઈઈ મેઈનમાં સફળતાથી પાસ થયા છે. આ વખતે પ્રથમ વખત વેલીમાંથી પાંચ છોકરીઓ દ્વારા આર્મીના સુપર-૪૦ બેચમાં જોડાઈ હતી. જેમાંથી ૨એ આ પરીક્ષા સફળતાથી પાસ કરતા હવે એન્જિનીયરીંગમાં જમીયામીલા યુનિવર્સિટી અને જામીયા હમદર્દ યુનિવર્સિટી દિલ્હીમાં પ્રવેશ મેળવેશ. આર્મી દ્વારા આ સુપર-૪૦ની બેચ શ્રીનગર ખાતે તેમના તાલીમી ભાગીદારો સાથે ચલાવવાનું ચાલુ રાખી સામાજિક જવાબદારી અને અભ્યાસ પુરો પાડવામાં આવશે. આ પ્રોજેકટનો હેતુ અંતરિયાળ વિસ્તારમાં વસતા હોશિયાર વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે.

મંગળવારે આર્મી ચીફ જનરલ બીપીન રાવતે આ વિદ્યાર્થીઓને મળીને શુભેચ્છા પાઠવી હતી. મિનાક્ષી શાય કે જે આ બેચના પ્રોજેકટ મેનેજર હતા તેમણે પણ તેઓને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.