Abtak Media Google News

વડોદરામાં કોરોનાગ્રસ્ત બાળકી અને પ્રૌઢનું મોત : રાજ્યમાં કુલ મૃત્યુ આંક ૨૯ : સંક્રમિતની સંખ્યા ૭૦૦ નજીક

ભાવનગરમાં કોરોનાગ્રસ્ત પ્રૌઢનું મોત : બોટાદમાં કોરોનાનો પગપેસારો, ૮૦ વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ

રાજકોટ શહેરમાં બે દિવસના વિરામ બાદ શહેરના હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરમાં માત્ર ૧૧ દિવસની નવજાતશિસુ સહિત વધુ ત્રણ વ્યક્તિઓના કોરોનાં રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કોરોના સંક્રમિત ની સંખ્યા ૨૧ પર પહોંચી છે. વડોદરામાં કોરોનાગ્રસ્ત બાળકી અને પ્રૌઢ નું મોત નિપજતા શહેરમાં મૃત્યુઆંક પાંચ થયો છે. જયારે રાજ્યમાં કુલ ૨૯ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ સાથે રાજ્યમાં ગઈ કાલ સાંજથી અત્યાર સુધીમાં વધુ ૩૩ પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાગ્રસ્ત સંક્રમિતની સંખ્યા ૭૦૦ સુધી પહોંચવા આવી છે. ભાવનગરમાં પણ કોરોનાગ્રસ્ત પ્રૌઢનું મોત નિપજયુ છે. જ્યારે ભાવનગરમાં બે વ્યકિતઓ કોરોનાના સંક્રમણમાં સપડાયા છે.

રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી નોંધાયેલા પોઝિટિવ દર્દીઓમાંના અડધાથી વધુ પોઝિટિવ દર્દીઓ માત્ર જંગલેશ્વરના જ નોંધાયા છે. ત્યારે આજ રોજ હોટસ્પોટ ના વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં માત્ર ૧૧ દિવસની નવજાતશિસુના સેમ્પલ ચકાસતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સાથે ૩૭ વર્ષની મહિલા અને ૪૭ વર્ષના પુરુષનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટમાં કુલ કોરોના સંક્રમિતની સંખ્યા ૨૧ થઈ છે. આજના ત્રણ પોઝિટિવ કેસમાંથી બે કેસ જંગલેશ્વરના સિલ કરાયેલા વિસ્તારમાંથી જ નોંધાયા હતા અને એક અન્ય સોસાયટીમાં નોંધાયો છે.

રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં એક સાથે પાંચ પોઝિટિવ કેસ નોંધાયા બાદ બે દિવસ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. જ્યારે આજરોજ એક સાથે વધુ ૩ કેસ પોઝિટિવ આવ્યા હતા. માત્ર ૧૧ દિવસની બાળકી સહિત ત્રણ કોરોનાગ્રસ્ત દર્દી સામે આવ્યા છે. ૧૧ દિવસની બાળકીના માતા પિતાને કોરેન્ટાઇન કરી સેમ્પલ લેબમાં મોકલવામાં આવતા તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. શહેરમાં અત્યાર સુધી કુલ ૨૧ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે જેમાંથી ૧૨ દર્દીઓ ફક્ત જંગલેશ્વરના હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના વધુ એક જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. ૩૩ માંથી ૨૧ જિલ્લાઓમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. આજરોજ બોટાદ જિલ્લામાં પણ ૮૦ વર્ષીય વ્યક્તિને કોરોના ના લક્ષણો દેખાતા સેમ્પલ મેળવી લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે.રાજ્યભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈ કાલે સાંજ થી અત્યાર સુધી વધુ ૩૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં કુલ સંક્રમિત ની સંખ્યા ૭૦૦ સુધી પહોંચવા આવી છે. રાજ્યમાં ભરૂચ, બોડેલી, દાહોદ અને પંચમહાલમાં ૨-૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને આણંદમાં વધુ ૭ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૭ વ્યક્તિઓ વાયરસના સંક્રમણમાં આવ્યા છે. રાજ્યમાં હાલ ૫૬૩ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાંના ૫૫૫ વ્યકિતઓની સ્થિતિ સ્ટેબલ હોવાનું અને ૮ દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરામાં ગઈ કાલે ૧૩ વર્ષની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવારમાં માસુમે દમ તોડ્યો હતો. જ્યારે શહેરમાં વધુ એક પ્રોઢનો પણ કોરોનાએ ભોગ લેતા એક દિવસમાં બે કોરોનાગ્રસ્ત દર્દીના મોત નિપજતા વડોદરામાં કુલ ૫ વ્યક્તિઓનો કોરોનાએ ભોગ લીધો છે. જ્યારે વધુ ૮ કેસ પોઝિટિવ આવતા વડોદરામાં સંક્રમીતોની સંખ્યા ૧૧૭ થઈ છે.

અમદમવાદમાં વધુ ૪૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જે સાથે રાજયમાં કુલ ૫૬ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. તેમાં સુરતમાં ૬, વડોદરામાં ૩, પંચમહાલમાં ૩, અને ખેડામાં વધુ ૧ પોઝીટીવનો કેસ નોંધાયો છે. રાજયમાં ૨૪ કલાકમાં કુલ ૨ દર્દીઓના મોત નિપજતા મૃત્યુઆંક ૩૦ પર પહોંચ્યો છે.

ભાવનગરમાં કોરોનાએ પ્રૌઢનો ભોગ લીધો : વધુ બે કેસ પોઝિટિવ

ભાવનગરમાં કોરોનાંમાં લોકલ ટ્રાન્સમિશન ના કારણે પોઝિટિવ કેસમાં સતત વધારો થતો રહ્યો છે. જ્યારે એક કોરોના પોઝિટિવ દર્દીનો કોરોના વાયરસે ભોગ લેતા કુલ મૃત્યુઆંક ૩ થયો છે.

ભાવનગરમાં ગત તા.૨૯મી માર્ચના રોજ પોઝિટિવ આવેલા ૫૦ વર્ષીય પ્રૌઢને છેલ્લા બે દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

પરંતુ તેમનું ગઈ કાલે ચાલુ સારવારમાં મોત નિપજતા કુલ મૃત્યુઆંક ૩ થયો છે. જ્યારે ગઈ કાલે ભાવનગરમાં વધુ ૨ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

૧૮ વર્ષીય અને ૨૫ વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વધુ ૧૦૦ જેટલા લોકોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.