Abtak Media Google News

રાજકોટ, ગ્રામ્ય, મોરબી, જૂનાગઢ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદ પોલીસે ૩૦૮ વાહન ડીટેઇન કર્યા

કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોક ડાઉનને તા.૩ મે સુધી બીજો રાઉન્ડ વધરી કોરોનાથી સુરક્ષિત રહેવા માટે અપીલ કરી હોવા છતાં સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં જાહેરનાનો ભંગ કરી રાજકોટ, રૂરલ, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને બોટાદના ૭૫૯ શખ્સોને વિના કારણે આટા ફેરા કરતા પોલીસે જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરી છે. અને ૩૦૮ વાહન ડીટેઇન કર્યા છે.

Advertisement

રાજકોટ શહેરના મુસ્લિ લાઇન પાસેથી ૧ શખ્સની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. રાધામીરા પાર્ક, ભગવતીપરા અને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ૪ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ભાણજી બાપાના પુલના છેડે, દુધ સાગર ચોક અને નવા થોરાળા પાસેથી ત્રણ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. વિવેકાનંદનગર પાસેથી એક શખ્સની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. ફાળદંગ પાસેથી બે શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. કોઠારિયા રોડ, લોઢડા, દોલતપરા અને કોઠારિયા ચોકડી પાસેથી સાત શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. મવડી, વિશ્ર્વનગર અને ગીરનાર સોસાયટી, શ્રોફ રોડ, રેસકોર્ષ પાર્ક, ભીલવાસ, રેલનગર અને ધરમ સિનેમા પાસેથી છ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. ઇન્દિરા સર્કલ, એસારપી કેમ્પ અને એસકે ચોક પાસેથી છ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. પુનિતનગર, રસુલપરા, સ્પ્રીડવેલ પાર્ટી પ્લોટ, વાવડી ચોકી, મહંમદીબાગ અને ભીમનગર પાસેથી આઠ શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. સાધુવાસવાણી રોડ, એ.જી.ચોક, પુષ્કરધામ અને શિતલ પાર્ક પાસેથી છ શખ્સોને યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણીના ૨, લોધિકાના ૬, ધોરાજીમાં ૧, જામકંડોરણામાં ૩, જેતપુરમાં ૧૭, વિરપુરમાં ૩, ગોંડલમાં ૨૧, પડધરીમાં ૨, ઉપલેટામાં ૧૦, ભાયાવદરમાં ૧૯, પાટણવાવમાં ૭, જસદણમાં ૨, ભાડલામાં ૫, વિછીંયામાં ૧ અને શાપરમાં ૭ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

બોટાદમાં ૪૧, દેવભૂમિ દ્વારકામાં ૪૦, ગીર સોમનાથમાં ૩૭, જૂનાગઢમાં ૧૮૫, મોરબીમાં ૬૦, જામનગર ૧૧૫ અને ભાવનગર ૧૪૧ ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૩૦૮ વાહન ડીટેઇન કર્યા છે.

પૂર્વ કોર્પોરેટરના પતિ જાહેરનામાનો ભંગ કરતા પકડાયા

કોરોના વાયરસના કારણે કરાયેલા લોક ડાઉન દરમિયાન તમાકુ અને ફાકીનું ઠેર ઠેર વેચાણ થતું હોવાથી પોલીસે જાહેરનામા ભંગ કરતા અનેક શખ્સોની ધરપકડ કરી છે. ત્યારે ગાંધીગ્રામ શેરી નંબર ૭માં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારૂબેન ચૌધરીના પિત પ્રેમરાજ ગંગારામ ચૌધરી પોતાના ઘરે ફાકી બનાવી વધુ કિંમત વસુલ કરી જાહેરનામાનો ભંગ કરતા ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.