Abtak Media Google News

 કેન્દ્ર સરકારે બુધવારે લોકડાઉનની નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જાહેરા જગ્યાઓ અને કામ કરતાં હોવ તે જગ્યાઓ પર માસ્ક પહેરવું ફરજિયાત છે.

Advertisement

જો કોઈ જાહેર જગ્યાએ થૂંકતુ ઝડપાશે તો તેમના માટે સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

  • દરેક પ્રકારની ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ રદ
  • દરેક પેસેન્જર ટ્રેન બંધ
  • પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઉપયોગમાં લેવાતી બસો બંધ
  • મેટ્રો રેલ સેવાઓ બંધ
  • મેડિકલ કારણોને બાદ કરતાં કોઈ પણ વ્યક્તિ એક જિલ્લામાંથી બીજા જિલ્લા કે રાજ્યમાં મૂવમેન્ટ નહીં કરી શકે
  • દરેક પ્રકારના એજ્યુકેશન, ટ્રેનિંગ અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ બંધ
  • મંજૂરી મળ્યા સિવાયના દરેક પ્રકારના કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ગતિવિધિઓ બંધ
  • ઓટો રિક્શા, સાઈકલ રિક્શા, ટેક્સી અને કેબ સેવા બંધ રહેશે
  • દરેક સિનેમા હોલ, શોપિંગ મોલ, શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સ્વીમિંગ પુલ, પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને તેના જેવી દરેક તમામ જગ્યાઓ બંધ રહેશે.
  • દરેક પ્રકારના સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, એકેડેમિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સમારોહ અને મેળાને મંજૂરી નહીં મળે.
  • સામાન્ય જનતા માટે દરેક ધાર્મિક સ્થાન અને ઈબાદત સ્થળ બંધ રહેશે. ધાર્મિક કાર્યક્રમો સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.