Abtak Media Google News

સમુહ લગ્નોત્સવમાં સંતાનમાં પુત્રી જન્મે તો વિમા પોલીસી અપાશે: ખરા અર્થમાં બેટી બચાવો અને બેટી વધાવોનું સ્વપ્ન સાકાર કર્યુ

સમૂહલગ્ન તો આપણે ઘણા જોયા હશે પરંતુ અમો આજે આપને એક એવા સમૂહલગ્ન  બતાવીશુ  કે જેમા સામાજીક  જવાબદારી ઓ સાથે  સ્વચ્છતા અંગેની જાગૃતિ, પ્લાસ્ટિક મુકિત માટેનો સંદેશો અને બેટી બચાવો, બેટી વધાવો નુ ભારત સરકારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનુ સ્વપ્ન સાકાર કરતો એક અનોખો અભિગમની શરુઆત  કરી  છેઅને જેને આખા સમાજ તેમજ નવદંપતીઓ એ પણ આવકારેલ  છે.

ગીર સોમનાથ જીલ્લા ના  કોડીનાર ખાતે પ્રશ્ર્નાવડા સુથાર સમાજ કમીટી  દ્રારા દર વષેઁની જેમ આ વષેઁ પણ ૩૧મા સમૂહલગ્નોત્સવનુ ભવ્ય આયોજન કરવામા આવેલ છે જેમા હજજારોની સંખ્યામાં  ભાઇઓ તથા બહેનોની ઉપસ્થિતી  જોવા મળી હતી. આ ૩૧ મા સમૂહલગ્નોત્સવ મા સૌરાષ્ટ્ર ભરમાથી ૧૭ નવદંપતીઓ જોડાયા હતા.

7537D2F3 5

જેમા નવદંપતીઓને સંતાનમાં પ્રથમ દિકરીનો જન્મ થાય તો તેને સમાજ તરફથી ૧૫ હજાર રૂપીયાની વિમા પોલીસી  આપવામા આવશે અને  આ દિકરી ૧૮ વષઁ ની થાય ત્યારે તે તેના માતા પિતા પર ભારે ન પડે અને તેને  ચાર થી પાંચ લાખ રુપીયા ની રકમ મળે જેનાથી તેના લગ્ન ખચેઁ આસાનીથી થઇ શકે. તેમજ  તમામ જ્ઞાતિજનો  અને નવદંપતીઓ ને સ્વચ્છતા  અંગેની જાગૃતિ તેમજ પ્લાસ્ટિક મુકિત માટેનો સપથ સમારોહ પણ યોજવામાં આવેલ જેનાથી સ્વચ્છ ભારત નુ સ્વપ્ન સાકાર કરવામા સમાજ સહભાગી બને તેવો સૌ કોઇએ સંકલ્પ  કરેલ હતો .શશીભાઇ  વાઢીયા  ( પ્રમુખ,  સમૂહ લગ્ન સમિતી, કોડીનાર)એ જણાવ્યું હતું કે,  બેટી બચાવો અને બેટી વધાવો ની વાતો હરકોઇ કરે છે  પણ તેનુ પાલન થાય છે ખરુ ત્યારે આજે કોડીનાર મા ૩૧ મા સમૂહલગ્નોત્સવ મા  સુથાર સમાજ દ્રારા  ૧૭ નવદંપતીઓ ને સંતાનમાં પ્રથમ દિકરીનો જન્મ થાય તો તેને સમાજ તરફથી વિમા પોલીસી ઉતારી આપવાની મહત્વની જાહેરાત  કરવામાં આવી છે જે દરેક સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ  છે.  નરેશભાઈ પઢીયાર ( સભ્ય,  સમૂહ લગ્ન સમિતી,  કોડીનાર)એ જણાવ્યું હતું કે,   સ્વચ્છ ભારત  નુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નુ સ્વપ્ન સાકાર કરવા માટે આજે સમૂહલગ્ન મા હજજારો ની જનમેદની તેમજ ૧૭ નવદંપતીઓ ને સ્વચ્છતા અંગેની જાગૃતિ તેમજ પ્લાસ્ટિક મુકિત માટેનો સંકલ્પ  લેવડાવાયા છે  અને  પોતાનુ આંગણુ,  શહેર સ્વચ્છ બને તેવા સપથ લેવડાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.