Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગની અંદાજીત કિંમત રૂ.180 કરોડથી વધુ!!

અબતક, જમ્મુ

જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદો રવિવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદે બીએસએફના જવાનોએ 3 પાકિસ્તાની દાણચોરોને ઠાર કરી દીધા અને તેમની પાસેથી કરોડો રુપિયાનો ડ્રગ્સનો જથ્થો પણ જપ્ત કર્યો. જેની કિંમત આશરે 180 કરોડ રુપિયા છે.

સરહદ સુરક્ષા દળએ ટ્વીટ કરી આ અંગે માહિતી આપી જણાવ્યુ કે બીએસએફ જવાનોએ દાણચોરીનો પ્રયાસ કરી રહેલા ત્રણ ડ્રગ સ્મગલરને ઠાર માર્યા. તેમની પાસેથી હેરોઈનના 36 પેકેટ મળી આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની કિંમત આશરે 180 કરોડ રૂપિયા છે.

સેનાના જણાવ્યા પ્રમાણે, 6 ફેબ્રુઆરીની વહેલી સવારે, બીએસએફ જવાનોને સાંબામાં દાણચોરો દ્વારા ડ્રગ્સની દાણચોરીની માહિતી મળી હતી. આ પછી જવાનોએ ત્રણ પાકિસ્તાની દાણચોરોને ઠાર કર્યા. તેમની પાસેથી 36 પેકેટ આશરે 36 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. બીએસએફના જણાવ્યા અનુસાર આ ડ્રગ્સ હેરોઈન હોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.