Abtak Media Google News

ભારત રત્ન લતા મંગેશકરના નિધનથી સુર જગત રાંક બન્યું: દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિતના દિગ્ગજોએ પૂ.લતાદીદીને શ્રધ્ધાંજલિ અર્પી

“વસંત” ઋતુમાં જ જાણે કોયલ શાંત થઇ જાય તેવો ખાલીપો ભારતીય સુર જગતમાં સર્જાયો છે. ભારત રત્ન-સંગીત સામ્રાજ્ઞી લત્તા મંગેશકરે ગઇકાલે 92 વર્ષની ઉંમરે ફાની દુનિયાને અલવિદા કહી દીધા છે. ગઇકાલે તેઓનો પાર્થીવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઇ જતા સુર જગત જાણે રાંક બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. તેઓના પાર્થીવ દેહના અંતિમ દર્શન કરવા માટે ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિલ્હીથી મુંબઇ આવ્યા હતા. તેઓનો રાજકીય સન્માન સાથે અંતિમ વિધી કરવામાં આવી હતી. બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દ્વારા લત્તાજીને અશ્રુભુની સાથે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

લતાજીએ 1942માં મરાઠી ફિલ્મ ‘કિતિ હસાલ’માં ગીત ગાયું હતું પરંતુ આખરી કટમાંથી ગીતને દૂર કરી દેવામાં આવ્યું. માસ્ટર વિનાયકે તેને નવયુગ ચિત્રપટ્ટની મરાઠી ફિલ્મ ‘મંગલા ગૌર’માં એક નાનકડી ભૂમિકા આપી હતી. તેનું પહેલુ: હિન્દી ગીત મરાઠી ફિલ્મ ગજાભાઉ (1943)  માટે ‘માતા એક સપૂતની દુનિયા બદલ દે તું’હતું. લતાજી માસ્ટર વિનાયક કપંનીનું મથક ખસેડતા તેમની સાથે મુંબઇ આવી ગયા. તેમણે ભીંડી બઝારના ઘરમાં અમલ અલીખાન પાસેથી હિન્દુસ્તાનની શાસ્ત્રીયફ સંગીતનું શિક્ષણ મેળવ્યું. બાદમાં 1946માં ‘આપકી સેવા મે’ ગીત ગાયું. લતા અને આશાએ વિનાયકની પહેલી હિન્દી ભાષી મુવી ‘મોટી માંઁ’ 1945માં નાના પાત્રો ભજવ્યા હતા. તે મુવીમાં લતાએ ભજન પણ ગાયેલ હતું…

માતા તેરે ચરણો મે વિનાયકની બીજી હિન્દી ફિલ્મ સુભક્ષા (1946) નાં રેકોડિંગ દરમ્યાન ફિલ્મના સંગીતાકાર વસંત દેસાઇ સાથે પરિચય થયો હતો. 1948માં માસ્તર વિનાયકના અવસાન પછી સંગીત નિર્દેશક ગુલાબ હૈદરે તેમને ગાયક તરીકે માર્ગદર્શન આપ્યું.  તેમણે લતાજીને નિર્માતા શશીધર મુખર્જી સાથે પરિચય કરાવ્યો. જે તે સમયે ફિલ્મ શહિદ (1948)માં કામ કરી રહ્યા હતા. પરંતુ મુખર્જી ને લતાનો અવાજ ‘બહુ પાતળો’ ગણાવ્યો હતો. આથી નારાજ થયેલા ગુલમ હૈદરે જવાબ આપ્યો કે આગામી વર્ષોમાં નિર્માતા અને દિગ્દર્શકો ‘લતાના પગ પકડશે’ અને તેમની મુવીમાં ગીતો ગાવાની વિનંતી કરશે.

બાદમાં ગુલામ હૈદરે 1948માં ફિલ્મ મજબુરમાં ‘દિલ મેરા તોડા – કહીં કાન છોડા’ જે લતાની પ્રથમ મોટી સફળતા હતી. જે અંગે લતાજીએ તેમના ર013ની સાલમાં જન્મ દિન ઉજવણીએ જણાવેલ ‘ગુલામ હૈદર ખરેખર મારા ગોડ ફાધર છે’ તે પહેલા સંગીતકાર હતા જેમણે મારી પ્રતિભા પર વિશ્ર્વાસ મૂકયો.

ગુજરાતી ગીતોના કારણે ગુજરાતીઓના દિલમાં વસ્યા લતાજી

દેશની તમામ ભાષામાં ગીતો ગાનાર લત્તા દીદીએ ખાસ આપણી ગુજરાતી ભાષામાં અમૂલ્ય ગીતો ગાયને ગુજરાતીના દિલમાં વસી ગયા હતા. લત્તાજીની સાધના, તપ અને ઇશ્ર્વરીય સરસ્વતીની શક્તિ દ્વારા ટોચે પહોંચી શક્યા હતા. તેમના ભક્તિગીતો અને દેશભક્તિના ગીતો આપણને ઇશ્ર્વરની નજીક લઇ જાય છે. વહેલી પરોઠનો વાયરો, મહેંદીની વાવી માળવે, મને ઘેલી ઘેલી જોઇ, પાંદડુ લીલુંને રંગ રાતો, માઝમ રાતે, હંસલા હાલોને હવે, રૂપલે મઢી છે રાત, તને સાચવે પાર્વતી જેવા સુંદર ગુજરાતી ગીતો આજે દરેક ગુજરાતીઓના દિલમાં વસી ગયા છે.

કુટુંબ જવાબદારીને કારણે ઓછું શિક્ષણ મેળવનાર લત્તાજીએ તપ, સાધના અને ઇશ્ર્વરીય ભક્તિ દ્વારા જ આ મહાન સફળતા મેળવી છે. સંગીત જ પોતાનું જીવન બનાવીને નાની ત્રણ બહેનો અને ભાઇનો ઉછેર કરીને પણ કૌટુંબિક જવાબદારી સાથે સ્વરની સાધના થકી તેઓ જીવનનાં દરેક રસ્તે સફળ થયા છે.

-: લતા મંગેશકર :-

  • જન્મ 28 સપ્યેમ્બર 1929
  • ઇન્દોર – ઇન્દોર સ્ટેટ, સેન્ટ્રલ ઇન્ડિયા, એજન્સી બ્રીટીશ ઇન્ડીયા હાલનું મઘ્યપ્રદેશ નેશનાલીટી – ભારતીય
  • લતાજીનું પહેલા નામ હેમા મંગેશકર જે બાદમાં તેને બદલને લતા કરે હતું. જો કે તેને હાલમાં વિવિધ નામોથી થતાં સંબધોનમાં…
  • કવીન ઓફ મેલોડી, વોઇસ ઓફ ધ નેશન, વોઇસ ઓફ ધ મિલેનિયમ, નાઇટીંગલ ઓફ ઇન્ડિયા જેવા વિવિધ સંબોધનો
  • તે પ્લેબેક સીંગર સાથે મ્યુઝિક ડાયરેકટર તથા નિર્માતા કલાકાર તરીકે હિન્દી ચલચિત્ર જગતમાં કામ કરી ચૂકયા છે.
  • તેમના પરિવારમાં ભાઇ હ્રદયનાથ મંગેશકર, ઉષા મંગેશકર, મીના ખાડિકર, આશા ભોંસલેે ત્રણ બહેનો હતી.
  • પિતા દિનાનાથ મંગેશકર એક મરાઠી સીંગીતકાર અને તેમના ગુજરાતી પત્ની સેવંતી (પછી નામ બદલીને સુધામતી કર્યુ)
  • લતાના મામા-દાદા, ગુજરાતી શેઠ હરિદાસ રામદાસ લાડ હતા. પાવાગઢમાં તેમના નાનીમાં રહેતા.
  • રાષ્ટ્રમાં દિનાનાથ નામ પાછળ હાર્દિકર લખાનું પણ તેમના મુળ વતન, કુટુંબ ઓળખવા મંગેશકર કરેલ. લતાના જન્મ સમયે ‘હેમા’ નામ અપાયું પણ પાછળથી માતા-પિતાએ તેના એક નાટક ભાવબંધનના સ્ત્રી પાત્ર લતીકાનું પછી હેમાંથી લતા નામ કરેલ. પરિવારમાં મોટા સંતાન લતા ઉપરાંત કામમાં મીના, આશા, ઉષા અને હ્રદયનાથ જે સર્વો કુશળ ગાયકોને સંગીતકારો છેે.

શાળા છોડી

લતાએ તેના પિતા પાસેથી સંગીતનો પ્રથમ પાઠ ભણયો માત્ર પાંચ વર્ષની વયે તેણે પિતાના સંગીત નાટકોમાં અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યુ શાળામાં અભ્યાસની સાથે તેઓ ઘણીવાર નાનીબેન આશાને શાળામાં લઇ જતાં પણ બાદમાં શાળા સંચાકોએ ના પાડતા શાળા છોડી હતી.

-:1940માં કારકિર્દીની શરૂઆત:-

1942માં જયારે લતા 13 વર્ષની હતી, ત્યારે તેના પિતાનું હ્રદયરોગથી અવસાન થયું હતું. નવયુગ ચિત્રપટ મુવી કંપનીના માલિક અને મંગેશકર પરિવારના એક નિકટના મિત્ર માસ્ટર વિનાયક (ફિલ્મ અભિનેત્રી નંદાના પિતા) એ તેમના પરિવારની સંભાળ લઇને લતાને ગાયક અને અભિનેત્રી બનવામાં મદદ કરી હતી.

પિતા દિનાનાથ મંગેશકર એક ખુબ જ સારા જયોતિષ જાણકાર હતા. તેમણે લતાને કહેલું કે તું એક દિવસ મહાન ગાયિકા બનીશ, બહુ જ નામના મળશે. પણ આવા જોવા હું જીવીત નહી હોવું અને હા તુ જીવનભર લગ્ન નહી કરે કારણે સમગ્ર કુટુંબની તારા ઉપર જવાબદારી છે. જેનું વહન કરીશ.

2001માં લતાજીને ભારતનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનીત કરાયા હતા.

લતાજીના ગુજરાતી ગીતો

  • ઓધાજી મારા વાલાને વઢીને કહેજો……
  • મેહંદી તે વાવી માળવે ને એનો રંગ ગ્યો…..
  • કોઇ ગીતો દયો મારો રામ….
  • નયન ચકચૂર છે….
  • પાંદડુ લીલું ને રંગ રાતો…..
  • તને સાચવે પાર્વતી… અખંડ સૌભાગ્ય વતી….
  • વહેલી પરોઢનો વાયરો વાયો….
  • મારા તે ચીત નો ચોર રે મારો સોંવરીયો….
  • મારા સૉવરા ગીર ધારી….
  • દાદાને આંગણે પાંગરો…..
  • તારે રે ભરોસે ભવ મુકયો મારો…..
  • હવે સખી નહી બોલું નહીં બોલું રે….
  • હૈ કુંજલડી રે….
  • હે હર હર જગ્જનની….
  • સારા જગનું ઝેર પીને શીવ….
  • હુ હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા….

લતાજીએ આ ફિલ્મમાં આપ્યું સંગીત…

આનંદ ઘન ફિલ્મથી તેમણે સંગીતની સફર શરૂ કરી હતી ત્યારબાદ

  • 1960 – રામ રામ પવહાના
  • 1963 – મરાઠા ટીટુકા મેલવાવા
  • 1963 – મોહિત્યાંચી મુંજાુલા
  • 1965 – સાધી માનસે
  • 1969 – તંબાડી મતી

લતાજી દ્વારા નિર્મિત ફિલ્મો

  • 1953 – બાદલ (મરાઠી)
  • 1953 – ઝાંમાર (હિન્દી)

 સી રામચંદ્ર સાથે સહ નિર્માણ

  • 1955 – કંચન ગંગા (હિન્દી)
  • 1990 – લેકીન (હિન્દી)

1950માં લતાજી…

1950ના દાયકામાં લતાએ તે સમયનાં સંગીત નિર્દેશકો રચિત સુંદર ગીતો ફિલ્મ જગતને આપ્યા. જેમાં અનિલ વિશ્ર્વાસ (તરાના-1951)  અને હીર (1956) જેવી ફિલ્મોમાં ત્થા શંકર જય કિશન, નૌશાદ અલી, એસ.ડી. બર્મન, અમરનાથ, હુશ્નલાલ  ભગતલાલ (ભારતની પ્રથમ બેલડી સંગીતકાર) સાથે કામ કરેલ હતું.

  • બડી બહેન -1949
  • મીના બઝાર – 1950
  • આધીરાત – 1950
  • છોટી ભાભી – 1950
  • અકસાના – 1951
  • આંસુ – 1953

લતાજી છેલ્લા બે દશકાથી સાયલાના પટોળા પહેરે છે!!

સુરેન્દ્રનગર વિસ્તારના ટાંગલિયા આર્ટસના પટોળા લતાજી છેલ્લા બે દશકાથી પહેરે છે. મુંબઇના એક સ્ટોરમાં લતાજીએ પટોળુ જોયું તે કહ્યું કે મારે આજે બનાવે છે એ કારીગરને સીધો નફો મળે માટે તેની પાસેથી જ લેવું છે, અને ત્યારથી જ દીદી સાયલાના પટોળા પહેરે છે.

-:લતાજીને મળ્યા આ સર્વોચ્ચ સન્માન:-

  • પદમભૂષણ – 1969
  • દાદા સાહેબ ફાળકે એવોર્ડ – 1989
  • પદમ વિભૂષણ – 1999
  • ભારત રત્ન – 2011

1965માં નિર્માણ થયેલ ‘સાધી માનસે’ ફિલ્મને બેસ્ટ મ્યુઝિક ડાયરેકટરનો એવોર્ડ મળેલ, એવોર્ડ સમારોહમાં સંગીતાકાર ‘આનંદ ઘન’ નું નામ ત્રણ ચાર બોલ્યા બાદ સર્વો પેક્ષકો રાહ જોતા હતા આ કોણ છે. પરંતુ બાદમાં લતાજીએ એવોર્ડ સ્વીકારતા આ વાતનો ખ્યાલ આવ્યો હતો.

લતાજી ઉર્દુ શીખ્યા….

શરૂઆતમાં લતાએ ખ્યાતનામ ગાયિકા નૂરજહાંનું અનુકરણ કયુૃ હોવાનું કહેવાયું પરંતુ પછીથી પોતાની ગાયન શૈલી વિકસાવી હતી. હિન્દી ફિલ્મના ગીતોમાં મુખ્યત્વે ઉર્દુ કવિઓ દ્વારા બનાવતા હતા. અને તેમાં સંવાદ સહિત ઉર્દૂ શબ્દોનું પ્રમાણ વધુ રહેતું. એકવાર તો અભિનેતા દિલીપકુમારે પણ લતાજીના મહારાષ્ટ્રિયન ઉચ્ચારણ વિશે હળવી ટકોર કરતાં થોડા સમય માટે લતા શફિ નામના ઉર્દૂ શિક્ષક પાસેથી ઉર્દૂના પાઠો ભણ્યા લતાજી અને નૂરજહાઁ બન્ને વચ્ચે ખુબ જ સારા સંબંધો હતા. 1949 માં સંગીત નિર્દેશક ખેમચંદ પ્રકાશ દ્વારા કંપોઝ કરાયેલું ફિલ્મ મહેલનું ગીત આયેગા આનેવાલા…… આજેપણ અમર છે.

લતાએ દિદાર (1951), બૈજાુ બાવરા (1952), અમર (1954), ઉડન ખટોલા (1955) અને મધર ઇન્ડીયા (1957) જેવી ફિલ્મોમાં નૌશાદ માટે ઘણા રાગ આધારીત ગીતો ગાયા હતા. અદલે જર્હાંગીર (1955) જેવી ફિલ્મોમાં રામચંદ્ર, હેમંતકુમાર, સલીલ ચૌધરી, એન.દત્તા, ખૈયામ, રવિ, સજજાદ હુશેન, રોશન, કલ્યાણજી આણંદજી, વસંત દેસાઇ:, સુધીર ફડકે, હંસરાજ બહલ, મદન હોમન, ઉષા ખન્ના જેવા સંગીતકારોના ગીતો ગાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.