Abtak Media Google News

શોપિયાન જિલ્લાના હાજીપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં એક આતંકીનો ખાત્મો કરવામાં આવ્યો છે. હત્યા કરાયેલા આતંકવાદીની ઓળખ હાલ થઈ શકી નથી. હાલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હાજીપોરા વિસ્તારમાં આતંકીઓ વિશે મળેલી બાતમીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કરી દીધું હતું. આ પછી, સૈનિકોએ મોરચો સંભાળી સામે ફાયરિંગ કર્યું અને એક આતંકીને ઠાર માર્યો હતો.

કાશ્મીર ખીણમાં 200 જેટલા આતંકીઓ

ગુરુવારે 15 કોર્પ્સના લેફ્ટનન્ટ જનરલ ડી.પી. પાંડેએ જણાવ્યું હતું કે, ‘ખીણમાં 200 જેટલા આતંકવાદીઓ છે. અમને વિશ્વાસ છે કે, વર્ષના અંત સુધીમાં અમે તે સંખ્યા ઓછી કરી નાંખીશુ. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત હિંસામાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આતંકવાદીઓનું નિયંત્રણ સરહદ પારથી કરવામાં આવે છે.

લેફ્ટનન્ટ જનરલ ડી.પી. પાંડેએ જણાવ્યું હતું કે, ‘હમણાં સામે આવતી ઘટનાઓમાં અમુક અપરાધિક તત્વો નિશસ્ત્ર સુરક્ષા કર્મીઓ અને નિર્દોષ નાગરિકોની હત્યા કરે છે. આ કૃત્યોને આતંકવાદી ઘટના ન કહી શકાય. આતંકવાદીઓ દ્વારા ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ કાવતરા હેઠળ કાશ્મીરમાં શાંતિ અને વિકાસને વિક્ષેપિત કરવા નિર્દોષ લોકો અને રાજકીય કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી. ગુનાહિત તત્વો સરહદ પારથી નિયંત્રિત થાય છે, અને કેટલાક અંદરના દુશ્મનો પણ તેને સહાય કરે છે. સુરક્ષા એજન્સીઓ આ ઘટનાઓ પર કામ કરી રહી છે, અને આશા છે કે તેમને અટકાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.