Abtak Media Google News

જામનગરમાં 3, ગીર સોમનાથમાં 1 અને ભાવનગરમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 55 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. હાલ તેમને વેરાવળની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.

તેઓ અમદાવાદથી આવેલા હોવાની હિસ્ટ્રી ધરાવે છે.ગીર સોમનાથ જિલ્લામાં હાલમાં કુલ 48 કેસ નોંધાયા છે. જેમાંથી 4 કેસ એક્ટિવ છે અને 44 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. હાલ તો વેરાવળમાં આવેલા પોઝિટિવ કેસને લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.

આ સાથે જ જામનગરમાં 3 કેસ પોઝિટિવ આવ્યાં છે. 55 વર્ષીય સ્ત્રી, 23 વર્ષીય સ્ત્રી અને 26 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મોરબીના રવાપર ગામના શુભ પેલેસ ખાતે રહેતા 47 વર્ષના દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેઓને કોરોનાની સાથે હાયપરટેન્શનની બીમારી પણ હતી.

અમદાવાદથી ભાવનગર આવેલ મહિલાનો કોરોનાં રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે મહિલા પોતાના પતિ અને બે બાળકો સાથે પોતાના પિયર ભાવનગર આવ્યાં હતાં. જ્યાં તેમને તાવ આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી તેમના સેમ્પલ લઇને પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ મહિલાને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે. આમ ભાવગરનમાં પોઝિટિવ આંક 152 પર પહોંચ્યો છે. જેમાંથી 12નાં મોત, 113 ડિસ્ચાર્જ અને 27 આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.