Abtak Media Google News

સરધાર, સોખડા, માલધારી સોસાયટી અને પ્રિયદર્શન સોસાયટીમાં જુગારના દરોડા રૂ. ૧.૩૭લાખની રોડક જપ્ત

શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પરના સરધાર ખાતે ચાલતી હાઇ પ્રોફાઇલ જુગાર કલબ સહિત સરધાર ગામે, માલધારી સોસાયટી અને પ્રિયદર્શની સોસાયટીમાં જુગારની રમઝટમાં પોલીસે ભંગ કરી જુગાર રમતા ૩૪ શકુનીઓને ઝડપી જુગારના પટમાંથી રૂ. ૧.૪૭ લાખની રોકડ જપ્ત કરી છે.

Advertisement

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી અનુસાર શહેરની ભાગોળે આવેલા સરધાર ગામે રહેતા મનોજ જાડેજાના કબ્જાવાળા મકાનમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી આજી ડેમ પોલીસને મળતા સ્થળ પર દરોડો પાડી જુગાર ખેલતા ગાયત્રીનગરના સંજય હરેશભાઇ રાણપરા, જસદણના ગઢળીયાના અશોક ખીમાભાઇ ગોહેલ, સરધારના અશોક પરષોતમભાઇ લકકડ, ચંદુ ભવનભાઇ મકવાણા,સુરેશ નાથાભાઇ સાપરા, ભડાળીયા ગામના દિનેશ લાખાભાઇ મકવાણા, આટકોટના કીરીટ નીકુંજભાઇ જોષી, ભાડલાના મનીશ સુરેશભાઇ ભીલ, સુરેશ વલુભાઇ ભીલ, સરધારના બાબુ ખીમાભાઇ મકવાણા, હરીપરના દિનેશ સીધાભાઇ ચરશીયા, રાજકોટના કનૈયા બાબુલાલ પાટલીયા, ચિત્રાવાવના દિનેશ તેજાભાઇ સોલંકી અને રાજોટના આશીષ ઉર્ફે જલારામ પ્રવિણભાઇ કાનાબાર સહિત ર૩ શખ્સોને ઝડપીઆજી ડેમ પીએસઆઇ એમ.એમ. ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઇન્દુભા જાડેજા અને મહેન્દ્રભાઇ પરમાર સહિતના સ્ટાફે જુગારના પટમાંથી રૂ. ૭૦,૭૦૦ ની રોકડ જપ્ત કરી છે જયારે જુગારના દરોડા સમયે મનોજ જાડેજા હાજર ન મળતા તેની શોધખોળ હાથ ધરી છે.બીજો જુગારનો દરોડો કુવાડવા પોલીસે સોખડા ગામે પાડી જુગાર રમતા દેવજી ઉર્ફે દેવલો ગાંડુભાઇ મેધાણી, મુકેશ કેશુભાઇ રાઠોડ, રવજી જાદવભાઇ, અને વિનુ પોપટભાઇ પરબતાણી નામના શકુનીઓને ઝડપી રૂ. ૪૪,૫૦૦ ની રોકડ જપ્ત કરી છે.ત્રીજો જુગાર દરોડો માલધારી સોસાયટી મફતીયા પરામાં રહેતા ઉમેશ કાળુભાઇ સોલંકીના પાડી જુગાર રમતો ઉમેશ સહિત અલ્પેશ ગોવિંદભાઇ સોલંકી, પ્રવિણ કાળાભાઇ સોલંકી, અરવિંદ રાજભાઇ, અને હીતેશ પ્રવીણભાઇ સોલંકી રૂા. ૧૦,૧૫૦ ની રોકડ સાથે બી ડીવીઝનના પી.એસ.આઇ. એમ.એફ. ડામોર સહિતના સ્ટાફે જડપી લીધા છે.જયારે ચોથો જુગારનો દરોડો ૪૦ ફુટના રીંગ રોડ પર આવેલી પ્રિયદર્શની સોસાયટીમાં રહેતા અશોકસિંહ દિલુભા ચાવડાના મકાનમાં પાડી જુગાર રમતા અશોકસિંહ સહિત અજીતસિંહ દિલુભા જાડેજાએ મેરુભા કથુભા ચાવડાને રૂા. ૧૧,૧૩૦ ની રોકડ સાથે તાલુકા પોલીસે ઝડપી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.