Abtak Media Google News

ગત સ્ટેન્ડીંગની દરખાસ્તો અને બજેટને મંજૂર કરવા ચર્ચા કરાશે : કોંગ્રેસ કરશે કકળાટ

જુનાગઢ શહેરના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે આવતીકાલે શુક્રવારે બપોરના 12 વાગ્યે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળશે. જેમાં ગત સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મંજૂર કરેલી દરખાસ્તો અને બજેટને જનરલ બોર્ડમાં મંજૂર કરવા ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવશે.

આ બેઠકમાં નલ સે જલ યોજનાનો 31 માર્ચ સુધી કરાયેલો મુદ્દત વધારો, સેનીટેશન શાખા માટે આવશ્યક વસ્તુની 2,09,48,500 ખરીદી, 4.5 ક્યુબીક ક્ધટેનર ખરીદી માટેના 1,29,99,800 મંજૂર કરવા, સીસીરોડ, પેવીંગ બ્લોક, ડ્રેનેજના કામ માટે કોન્ટ્રાકટરના ભાવ મંજૂર કરવા, વોર્ડ નંબર 4 ના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર લલીતભાઇ પરસાણાના ટેકાથી કરેલી દરખાસ્તોમાં મનપાના વાહનોમાં જીપીએસ લગાવવા, મનપાના કર્મચારીઓને પેન્શન આપવું, 30 થી 35 કર્મીને ફિક્સ પગારમાંથી કાયમી પગારમાં લેવા તેમજ વેરાના પ્રમાણમાં સુવિધા મળતી ન હોય સુવિધામાં વધારો કરવા, સફાઇ કામદારના આશ્રિત વારસદાર ધવલ શંકરભાઇ જેઠવાને 5 વર્ષ માટે ફિક્સ માસિક પગારથી નિમણુંક આપવા, સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.