Abtak Media Google News

એન્ટાર્કટિકાનાં સર્વેક્ષણ કરતા નિષ્ણાંતોએ શોધી કાઢ્યુંં છે કે, માઉન્ટ હોપ બ્રિટિશ એન્ટાર્ટિક ટેરેટરીમાં દરિયાઈ સપાટીથી ૩,૩૨૯ મીટરની ઉંચાઈ વાળો પર્વત છે. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વે ખાતેનાં સંશોધકોનાં જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં નકશામા એમટી જેકસન ૩૧૮૪ મીટરનાં વિસ્તારમાં સૌથી ઉંચા પર્વત તરીકે દર્શાવ્યું હતુ જો કે નવા સેટેલાઈટ ડેટા પ્રમાણે માઉન્ટ હોપ ૫૫ મીટર માઉન્ટ જેકશન કરતા વધુ અને ૩૭૭ મીટર ઉંચી જે અગાઉની વિચારણા કરતા વધુ છે.

એન્ટાકેટિકામાં સંચાલન કરતા પાઈલોટસ માટે આયોજન નકશા અપડેટ કરવા માટે શોધ કરવામાં આવી હતી પહેલા જૂના ઓવરલેન્ડ સર્વેક્ષણોના માપનો ઉપયોગ પ્રદેશનાં નકશા અને નવા ઉચ્ચ રિઝાલ્યુશન ઉપગ્રહ માપન માટે કરવામાં આવ્યા હતાં જે પાંચ મીટરની અંદર ચોકકસ હતો દર્શાવે છે કે આ સર્વેક્ષણોમાં ઘણી ભૂલો છે. આધુનિક સેટેલાઈટ ડેટા દર્શાવે છે કે આ ક્ષેત્રમાં કેટલાંક અચોકકસ ભૂતકાળનો સર્વેક્ષણો અને નકશા હતા. વીએએસમાં મેપીંગ અને જીયોગ્રાફિક ઈન્ફોર્મેશનના વડા એડ્રિયન ફોકસે જણાવ્યું હતુ કે, ‘આ બ્રિટિશ એન્ટાર્ટિક ટેરીટરીમાં એક આકર્ષક શોધ છે. ‘એમટી હોપ’ની શોધમાં સાથે સાથે પ્રદેશમાં સૌથી ઉંચો પર્વત છે. અમે કેટલીક અન્ય રસપ્રદ શાષધોને ઓળખી કાઢ્યો છે. તેમાં નવા પર્વતોની ઉંચાઈ નવા સ્થાનોથી પાંચ કિલોમીટર સુધીનાં રેન્જ અને કેટલીક નવી શિખરોનો પણ સમાવેશ થાય છે.

સૌથી ઉંચી શિખરોનાં વિશ્ર્વસનીય માપ સાથે નકશા ફલાઈટ પ્લાનીંગ માટે એક આવશ્યક સલામતીની જ‚રીયાત છે. ઉપગ્રહ છબીમાંથી ચોકકસ એલિવેશન ડેટા અમને એન્ટાર્ટિકા માટે આ સ્ત્રોતનું નિર્માણ કરવા દે છે. જયાં ઉડાન શ્રેષ્ઠ સમયે મુશ્કેલ હોઈ છે. માઉન્ટ હોપ બ્રિટિશ એન્ટાર્ટિક ટેરીટરીમાં સૌથી ઉંચો પર્વત છે. જોકે માઉન્ટ વિન્સન એ એન્ટાર્કટિકામાં સૌથી વધુ પર્વત ૪,૮૯૨ મીટરની સપાટી પર રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.