Abtak Media Google News

ભારે વરસાદ વચ્ચે PGVCLની સરાહનીય કામગીરી

912 જેટલા કર્મચારીઓ અવિરત વીજ પુરવઠો રાખવા સતત ખડેપગે

છેલ્લા એક અઠવાડીયામાં દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના નેક સ્થળોએ ભારે વરસાદના પગલે ઉભી થયેલ મુશ્કેલ પરિસ્થીતીમાં રાજયના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અને સ્થાનીક વહિવટ તંત્રની આગોતરા આયોજન તથા સતર્કતા અન્વયે  ત્વરીત થયેલી કામગીરીને કારણે જાનહાની અને અન્ય મુશ્કેલીઓને નિવારી શકાઇ છે.

ભારે વરસાદના પગલે થયેલી મુશ્કેલ પરિસ્થિતી અને તેના નિવારણ માટે  કર્મ એજ ધર્મ મંત્રને સાર્થક કરતા પી.જી.વી.સી.એલ રાજકોટના કર્મયોગીઓના પરીશ્રમભર્યા કામગીરીના ચિતારને વર્ણવતા અધિક્ષક ઇજનેર પી.જે મહેતાએ જણાવ્યું હતું કે પી.જી.વી.સી.એલ, રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળના રાજકોટ જિલ્લાના ગોંડલ, લોધિકા કોટડાસાંગાણી, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ, વિંછીયા, પડધરી, જામકંડોરણા અને રાજકોટ ગ્રામ્ય તાલુકાઓમાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન પડેલ ભારે વરસાદ થી 11 જ્યોતિગ્રામ, 3 અર્બન, 4 ઇન્ડસ્ટ્રીયલ અને 306 ખેતીવાડી આમ કુલ 324 ફિડરો બંધ થવા પામેલ હતા. જે પી.જી.વી.સી.એલ રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળનાં તમામ ડિવિઝ ના નાયબ ઈજનેર, જુનિયર ઈજનેર, લાઈન સ્ટાફ સહિત કુલ આશરે 912 કર્મચારીઓના સ્ટાફ દ્વારા સત્વરે કામગીરી હાથ ધરી વિજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો  છે. તેમજ 27 કોન્ટ્રક્ટરની  ટીમ  દ્વારા નુકસાન થયેલ 39 વિજ થાંભલાઓ તથા બે વીજ ટ્રાન્સફોર્મર સેન્ટર ફરીથી ઉભા કરવામાં આવેલ. આમ ચાલુ વરસાદમાં વિજલાઈનમાં કામ કરવું ખુબ જ કઠિન હોવા છતા, આવી કઠિન પરિસ્થિતીમાં પણ પીજીવીસીએલનાં સ્ટાફ દ્વારા રાત દિવસ કામ કરી લોકો ને સતત વિજ પુરવઠો મળી રહે તેવા અથાગ પ્રયત્નો કરેલ છે.

પી.જી.વી.સી.એલ રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીને છેલ્લા અઠવાડિયામાં રૂા.4.77 લાખ ની વરસાદને કારણે લાઈનો પડી જવાની નુકસાન થયેલ છે. ચોમાસાની ઋતુમાં ખાસ કરીને વિજ લાઈનને નડતર રૂપ જરૂરી વૃક્ષની ડાળીઓ મેઈન્ટેનન્સના ભાગ રૂપે કાપતા હોય છે પરંતુ ભારે વરસાદ અને પવનના કારણે ઝાડની ડાળી અથવા ઝાડ પડતા લાઈન ફોલ્ટ થતા હોય છે તેમજ ભારે પાણીના પ્રવાહને કારણે જમીન ધોવાઇ જતા લાઈન થાભલા પડી જતા હોય છે તેમજ  વાયરો તૂટી જતા હોય છે, જે બાદ ચાલુ વરસાદમાં પણ પી.જી.વી.સી.એલ દ્વારા થાંભલાઓ ઉભા કરીને ગામડામાં પણ સતત વિજ પુરવઠો મળી રહે તેવી કામગીરી કરવામાં આવેલ છે.રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીમાં છેલ્લા અઠવાડિયામાં કુલ 2820 વિજ ફરિયાદો નોંધાયેલ, જે તમામ ફરિયાદોનો નિકાલ કરેલ છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.