Abtak Media Google News

ગોંડલ, પડધરી, જેતપુર અને કંડોરણામાં દરોડામાં રૂ ૧.૪૦ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ જીલ્લામાં શ્રાવણીયા જુગારની બદી ડામવા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે જીલ્લામાં ચાર સ્થળે ધમધમતા જુગારના દરોડા પાડયા જેમાં પડધરી, કંડોરણા, જેતપુર અને ગોંડલમાંથી ૩૮ શકુનીની ધરપકડ કરી રૂ ૧.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકાના સાજડીયાળી ગામે રહેતા ખીમજી ધનજી પરમારની ઓરડીમાં જુગાર રમતા ખીમજી વિઠ્ઠલ બાલવા, રસિક ભીમા બગડા, હરસુખ શેરા ચાવડા, નવનીત કાંત બાલધા, હરેશ ભીખા ચાવડા અને ખીમજી ધનજી પરમારની ધરપકડ કરી રોકડા, મોબાઇલ અને બાઇક મળી રૂ ૧.૦૩ લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુર તાલુકા ખજુરી ગુંદાળા ગામે જાહેરમાં જુગાર રમતા કિશન પ્રેમજી મકવાણા, અનિલ કાળુ મકવાણા, કાળુ કાના મકવાણા, દિનેશ છગન મકવાણા, પંકજ રામજી મકવાણા, નરેન્દ્ર હરી મકવાણા, સુમન જેન્તી મકવાણા, ભરત ધુસા ભેંસાણીયા, અજય પ્રેમજી મકવાણા, વિપુલ મગન મકવાણા, જીગ્નેશ કાંન્તીગીર બાવાજી, વિજય હરેશ, ચિરાગ રમેશ ગોંડલીયા, જયેશ પ્રેમજી મકવાણા, અશ્વીન મનુ મકવાણા, કેતન આંબા મકવાણા અને કિશન મનુ મકવાણાની ધરપકડ કરી રોકડ રૂ ૨૦ હજાર કબ્જે કર્યો હતો.

પડધરીના શાસ્ત્રીબાગ પાસે જુગાર રમતા અનિલ ભગવાનજી સોલંકી, જયેશ ગગજી સોલંકી, મેહુલ ખેંગાર સોલંકી અને ચેતન અમુ સોલંકીની ધરપકડ કરી રૂ ૩૨૦૦ રોકડા કબજે કરી નાશી છુટેલા ભાવેશ ગગજી સોલંકીની શોધખોળ આદરી છે. ગોંડલ તાલુકાના બીબડી ગામે જુગાર રમતા ઘનશ્યામ નારણ ભુવા, મગન રણછોડ કોળી, રમેશ ખીમજી ચોવટીયા, સુરેશ વશરામ ભુવા, અશ્વીન ગોબર ભુવા, મયુર ભના મકવાણા અને વિજય ખીમજી ભુવાની ધરપકડ કરી રૂ ૧૧૩૦૦ નો મુદામાલ જપ્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.