Abtak Media Google News

બામણબોર અને જીવાપરની અબજોની જમીનના પ્રકરણમાં પ્રાંતનો મહત્વપૂર્ણ ચુકાદો: ચોટીલા મામલતદારે ૧૬ આસામીઓને યુનિટ ફાળવ્યા તે રદ કરાયા

બામણબોર અને જીવાપરની ૩૮૦ એકર ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનને જે તે સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા આ બંને ગામોની ૧૫૦૦ કરોડની જમીન સિવિલકોર્ટના ચૂકાદાના આધારે ખાનગી ઠેરવી દેવામાં આવી હતી. ત્યારબાદ થયેલા વેચાણ વ્યવહાર પણ સામે આવ્યા હતાં. આ જમીનમાં મોટુ કૌભાંડ થયું હોવાનું બહાર આવતા તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે નાયબ મામલતદાર સહિત ચાર ટોચના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ પણ દાખલકરી હતી. આ પ્રકરણમાં પ્રાંત અધિકારીએ તમામ જમીનને ફાજલ ઠેરવીને મામલતદારના હુકમને રદ કર્યો છે.

રાજકોટ તાલુકાના જીવાપર ગામની સર્વે નં. ૪૭ પૈકીની જમીન એ. ૧૭૧-૧૧ ગું. જીવાપરના સર્વે નં.૮૪ પૈકીની જમીન એ. ૫૫-૧૪ ગું. તથા બામણબોર ગામના સ.નં. ૫૯ પૈકીની એ. ૧૯૦-૧૩ ગું. બામણબોરના સર્વે નં. ૯૮ પૈકીની એ. ૩૩-૩૪ ગુ. મળી કુલ જમીન એ. ૪૫૦-૩૨ ગું. ની બાબતમાં મામલતદાર, ચોટીલા, દ્વારા ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા તળે કેસ નં. ૧-૨/૨૦૧૫ તા. ૧૫-૦૭-૨૦૧૭ થી રામભાઇ નાનભાઇ ખાચર વિગેરેને સાત યુનિયની જમીન એ. ૩૭૮-૦૦ ગું.  આપવા પાત્ર ઠરાવી બાકી વધતી જમીન એ. ૭૨-૦૨ ગુ. ફાજલ જાહેર કરી સરકારથી દાખલ કરવા હુકમ કરવામાં આવેલ છે.

આવેલ. આ હુકમથી નારાજ થઇ અરજદારે નાયબ કલેકટર, લીબડી સમક્ષ અપીલ દાખલ કરેલ. જે કામે નાયબ કલકેટર, લીબડીના હુકમ નં. અપીલ નં.જમન/ટોમ/ અપીલ નં.૭૨/૮૪-૮૫ તા.૧૪-૭-૮૬થી મામલદાર અને કુષિપંચ, પાટડીનો તા.૧૨/૨/૮૬નો હુકમ કાયમ રાખવામાં આવતા, ઉકત હુકમ સામે અરજદારે નામ. મહેસુલ પંચ સમક્ષ અપીલ દાખલ કરેલ. નામ. મહેસુલ પંચ સમક્ષ સમાન વિષયના અન્ય ચાર કેસો હોઇ, નામ. મહેસુલ પંચ દ્વારા આ તમામ કેસો રીવીઝન એપ્લીકેશન નં.ટીઇએન/બીએ/૮૬૫/૮૬થી દાખલ કરેલ. જે કામે નામ. મહેસુલ પંચના તા.૩૦/૧/૮૭ના હુકમથી આ તમામ કેસો રીમાન્ડ કરેલ. જે અન્વયે મામલતદાર અને કૃષિપંચ, ચોટીલાએ ડી.આઇ.એલ.આર, ધ્રાગંધ્રા મારફત માપણી કરાવતાં, તેઓ અહેવાલ મુજબ બામણબોરના સ.નં. ૫૯ પૈકીમાંથી એ. ૧૬-૧૨ ગું. જમીનમાં કવોરીની ખાણ આવેલ હોઇ, જે જમીન ખેતીની નહી ગણીને આ જમીન તથા એક યુનિટ એટલે કે એ. ૫૪ ગું. ધારણ કરવા માટે હકકદાર ગણી ટોચ મર્યાદા ધારાની કલમ-૨૧:૨ અને પ્રકરણ-૬ અને કલમ-૧૯ની જોગવાઇને આધિન બામણબોર ગામના સ.નં. ૫૯ પૈકી એ. ૧૫૩-૩૫ ગું. તથા જીવાપર ગામના સ.નં. ૮૪ પૈ. એ.પપ-૧૪ ગું. તથા સ.નં.૪૭ની જમીન એ. ૧૭૧-૧૧ ગું. મળી કુલ જમીન એ.૩૮૦-૨૦ ગું. જમીન મામલતદાર અને કૃષિ પંચ ચોટીલાના તા.૩૦/૧૧/૮૮ના હુકમથી ફાજલ જાહેર કરવામાં આવેલ હતી. જે હુકમથી નારાજ થઇ અરજદારોએ નાયબ કલેકટર, લીબડીની કોર્ટમાં અપીલ નં. જમન/ટોમ/ અપીલ નં.૫/૮૮થી ૮/૯૯ દાખલ કરેલ. જે અપીલ અરજી નાયબ કલેકટર, લીંબડીના તા.૭/૩/૮૯ના હુકમ નામંજૂર કરવામ)ં આવેલ. આ કામે ઉતરોતર અપીલ/રીવીઝન થતાં નામ. મહેસુલ પંચના હુકમ નં.ટી.ઇ.એ.ન.બી.એ.૪૪૭/૮૯થી ૪૫૦/૮૯ તથા નં. ૧૬/૯૦ તા.૩૦/૭/૯૦ નામ. હાઇકોર્ટના સ્પે.પી.એ. નં.૧૧૪૪/૨૦૦૪ (ખરેખર૧૯૯૧)૩/૨/૨૦૦૪ના હુકમથી અરજદારની અપીલ નામંજૂર થયેલ. જે ચુકાદા વિરૂદ્ધ એસ.એલ.પી. દાખલ થઇ. આ પ્રકારના અન્ય ભોગ બનાનારોએ સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી. જે તમામ પીટીશન એક કરી સુપ્રીમ કોર્ટ દ્વારા વીડ, રોકવાળી, પોચ ખરાબો અને અન્ય બંજર પ્રકાર જમીને ખેતીની જમીન ગણવા ચુકાદો જાહેર કરી તમામ પીટીશન ડીસમીસ કરતો હુકમ કર્યો છે.

અધિકારીની રૂએ બચાવ અંગેની કાર્યવાહી કરવા નિવાસી અધિક કલેકટર, રાજકોટના તા.૧૧-૧૨-૨૦૧૮ના પત્રથી નાયબ મામલતદાર (મહેસુલ), મામલતદાર કચેરી, રાજકોટ તાલુકાને અધિકૃત કરતા તેઓ દ્વારા મામલતદાર, ચોટીલાના તા.૧૫-૭-૨૦૧૭ના સદરહુ હુકમ સામે ગુજરાત ખેતી જમીન ટોચ મર્યાદા ધારો ૧૯૬૦ની કલમ-૩૫ તળે નાયબ મામલતદાર (મહેસુલ) રાજકોટ તાલુકા દ્વારા અત્રેની કોર્ટમાં તા.૧૯-૧૨-૨૦૧૮ના રોજ વિલંબ માફ કરવા તથા મનાઈ હુકમ મળવા બાબતે અપીલ કરવામાં આવતાં જે કેસ અત્રેના રજીસ્ટરે લઈ પ્રાંક-૨/અપીલ/એ.એલ.સી.-૧૯૬૦/કેસ નં.૦૨/૨૦૧૮ નોંધવામાં આવતા આ કામ ઉપસ્થિત થયેલ છે. ત્યારબાદ સવાલવાળી જમીન અંગે મલ્ટીપ્લીસીટી ઓફ પ્રોસીડીગ્સ ન થાય તે માયે યથાવત સ્થિતિ જાળવી રાખવા મનાઈ હુકમ આપવામાં આવેલ.

સુરેન્દ્રનગરને સુચના આપવામાં આવતા, સરકારના તા.૨-૫-૧૮ના જાહેરનામાંથી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કુલ-૫ ગામોનો સમાવેશ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં કરવામાં આવેલ હોઈ, બામણબોર તથા જીવાપર (બાં) તે પૈકીના ગામો હોઈ, હવે આ કાર્યવાહી રાજકોટ જિલ્લામાં હાથ ધરવાની થાય છે તેથી મામલતદારનો હુકમ પણ રદ કરવામાં આવ્યો છે. મામલતદાર અને કૃષિપંચ, ચોટીલાના તા.૩૦-૧૧-૮૮ના જે હુકમથી એ.૩૮૦-૨૦ ગુ. જમીન ફાજલ કરવામાં આવેલ તે હુકમ નામ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ માન્ય ગણી, પીટીશનરની પીટીશન ડીસ્મીસ કરેલ હોય તેવા સંજોગોમાં મામલતદાર, ચોટીલાએ આશરે ૨૯ વર્ષ બાદ ફરીથી કેસ ચલાવી કરેલ હુકમની કાર્યવાહી, નામ. સુપ્રીમ કોર્ટના આદેશનું અવમાનના (ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટ) કરેલ છે.

ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારાની કલમ ૬ (૩) (બી) તથા ૬ (૩) (સી)ની જોગવાઈ મુજબ બહેનો-દીકરીઓને યુનિટ મળવાપાત્ર નહીં હોવા છતાં તેઓને યુનિટ આપી કાયદાકીય અધિકાર બહારનું આચરણ કરેલ છે.

તા.૩૦-૧૧-૮૮ બાદ સંબંધિત મહેસુલી કોર્ટ તથા નામ. સુપ્રિમ કોર્ટ સુધીની ન્યાયીક કોર્ટ દ્વારા અરજદાર/પીટીશનરની અપીલ/પીટીશન નામંજૂર કરવામાં આવેલ છે અને આ હુકમ મુજબ ફાજલ જમીનની હક્કપત્રકે જે તે વખતે નોંધ પણ દાખલ કરી રેવન્યુ રેકર્ડ ઉપર “શ્રી સરકાર તરીકે નામ દાખલ થઈ ચૂકેલ છે તેવું પ્રાંતે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.