Abtak Media Google News

ભારત વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગ 151માં જ સમેટાઈ ગઈ. ભારતને પહેલી ઈનિંગના આધારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 292 રનની લીડ મળી. ઓસ્ટ્રેલિયા ફોલોઓન ન બચાવી શક્યું, જો કે ભારતે તેઓને બીજી વખત ક્રિઝ પર બોલાવવાની જગ્યાએ પોતે જ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ સૌથી વધુ સફળ બોલર રહ્યો. તેને 33 રન આપીને 6 વિકેટ ઝડપી.

Advertisement

તો રવિન્દ્ર જાડેજાએ 2 જ્યારે ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીએ એક-એક સફળતા મળી. ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન ટિમ પેન અને માર્ક્સ હેરિસે સૌથી વધુ 22-22 રન બનાવ્યાં. તે ઉપરાંત ઉસ્માન ખ્વાજાએ 21, શેન માર્શે 19, ટ્રેવિસ હેડે 20 અને પૈટ કમિન્સે 17 રન બનાવ્યાં. કિવિઝના પાંચ ખેલાડીઓ બે આંકડા સુધી પણ ન પહોંચી શક્યા. બે ખેલાડી શૂન્ય પર જ પેવેલિયન પરત ફર્યાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.