Abtak Media Google News
  • કાકડીમાં આરોગ્ય જાળવણીના અઢળક ગુણોનો ભંડાર ભર્યો છે: પોષક તત્વોથી ભરપૂર કાકડી એનટી ઓક્સીડન્ટથી વજન ઘટાડવા માટે પણ બને છે નિમિત

ગુજરાતી થાળીમાં સંભારા અને સલાડનું ખૂબ મહત્વ છે ગુજરાતી થાળીને પોષક આહારનો ભંડાર માનવામાં આવે છે ત્યારે સલાડ તરીકે ઉપયોગમાં આવતી કાકડીમાં પણ અનેક ગુણો છે કાકડીનું પાણી માત્ર તંદુરસ્તી જાળવી શકે છે કાકડી હાઇડ્રેટિંગ શાકભાજી હોવા ઉપરાંત કાકડીનું પાણી પીવાથી ખૂબ ફાયદો છે કાકરીનું પાણી માત્રને માત્ર ઠંડક અને તાજગી જ નહીં પરંતુ આરોગ્યને પણ ટનાટનરાખે છે

Advertisement

કાકડીનું પાણી પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે અને શરીરમાં શક્તિ નું નિમિત બને છે શરીરનું તાપમાન નિયંત્રણ કરવાથી લઈને કાકડીનું પાણી શરીરમાં ડિહાઇડ્રેશન થતું અટકાવે છે

કાકડીમાં કેલરી ઓછી હોય છે પરંતુ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટો સહિત આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોય છે. જ્યારે કાકડીપાણીમાં ભેળવવામાં આવે છે, ત્યારે તેમાંથી કેટલાક પોષક તત્ત્વો પ્રવાહીમાં સામેલ થાય છે અને ભણવાથી, જે તેના પોષક પ્રોફાઇલને વધારે છે. કાકડીઓમાં વિટામીન ઈ અને ઊં, તેમજ પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ હોય છે,

કાકડીનું પાણી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર

કાકડીમાં ફ્લેવોનોઈડ્સ, ટેનીન અને લિગ્નાન્સ જેવા એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે હાનિકારક રેડીએશન દૂર કરે છેક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે

તે વજન ઘટાડવા માટે પણ નિમિત બને છે.

કાકડીનું પાણી ઓછી કેલેરી વાળું હોવાથી અને ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી અન્ય બીજા ઠંડા પીણા પીવા કરતા કાકડીનું પાણી આરોગ્ય માટે ખૂબ સારો હોય છે

તે પાચન સુધારે છે

કાકડી ના પાણીમાં ભરપૂર પાણી અને ફાઇબર હોવાથી આંતરડાની હિલચાલને વધુ સક્રિય કરે છે અને પાચનતંત્ર શાંત કરી એસીડીટી ઘટાડી પેટનો ફુલાવો અને અફચા માંથી રાહત આપે છે

કાકડી ત્વચાને પોષણ આપે છે

કાકડી હાઇડ્રેટિંગ અને ફાઇબર યુક્ત હોવાથી ત્વચા ની સંભાળમાં ખૂબ ઉપયોગી થાય છે કાકડી ત્વચાના અંદરથી પૂરતું પોષણ આપે છે કાકડી થ એન્ટિઓક્સિડન્ટ અને પર્યાવરણની અસર અને રેડીએશનથી ત્વચા ને બચાવે છે

કાકડી ના પાણીથી લીવર કિડની હૃદય ને પોષક તત્વો મળી રહે છે આમ કાકડી આખા શરીરના વિવિધ અંગો માટે જરૂરી પોષક તત્વો માટે નિમિત હોવાથી કાકડીને સંપૂર્ણ આરોગ્ય વર્ધક ગણી શકાય

કાકડી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે ..

કાકડીમાં જોવા મળતું પોટેશિયમ, બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સંતુલિત આહારના ભાગ રૂપે કાકડીના પાણીનો ઉપયોગ  પોટેશિયમ સમૃદ્ધ ખોરાકનો સમાવેશ થાય છે તે બ્લડ પ્રેશર ઘટાડવામાં અને હાયપરટેન્શનના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. વધુમાં, કાકડીઓમાં અમુક સંયોજનોની હાજરી, જેમ કે ક્યુકરબીટાસીન, બ્લડ પ્રેશર-ઘટાડી શકે  શકે છે

ઘરેલું ઉપચાર:

કાકડીમાં ભરપૂર પાણી હોવાથી શરીરમાં તજા ગરમી મારા હાથ આપે છે એસીડીટી ઘટાડે છે

બળતરા વિરોધી ગુણધર્મો ધરાવતા સંયોજનો હોય છે, જે શરીરમાં બળતરા ઘટાડવામાં અને સંધિવા, અસ્થમા અને સ્વયંપ્રતિરક્ષા રોગો જેવી બળતરાની સ્થિતિના લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે. કાકડીનું પાણી નિયમિતપણે પીવાથી એકંદરે બળતરા ઘટાડવામાં અને સંયુક્ત આરોગ્ય અને ગતિશીલતાને ટેકો આપી શકે છે.

જો મોઢામાં દુર્ગંધની સમસ્યા હોય તો? પણ કાકડી ખૂબ ફાયદાકારક ગણાય છે

કાકડીમાં કુદરતી શ્વાસને તાજગી આપવાના ગુણો હોય છે, જે મોંમાં રહેલા બેક્ટેરિયાને ઘટાડવામાં મદદ કરવાની તેમની ક્ષમતાને આભારી છે જે શ્વાસની દુર્ગંધનું કારણ બની શકે છે. કાકડીનું પાણી પીવાથી મોંને હાઇડ્રેટ રાખવામાં મદદ મળે છે અને ખોરાકના કણો અને બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ મળે છે, જે મૌખિક સ્વાસ્થ્યમાં સુધારો અને તાજા શ્વાસમાં ફાળો આપે છે. આમ કાકડી આરોગ્ય માટે સર્વગુણ સંપન્ન માનવામાં આવે છે દરેક ભોજનમાં કાકડીનો સલાડ રાખો તો બધું ટનાટન રહે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.