Abtak Media Google News

ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી ૭ કિલોમીટર દુર નોંધાયું

આજે વહેલી સવારે જામનગરનાં લાલપુરમાં ૨.૩ની તિવ્રતાનો ભુકંપ આવ્યા બાદ બપોરે કચ્છનાં દુધઈમાં ૨:૦૯ વાગ્યે ૪.૧ની તિવ્રતાનો જોરદાર આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટનાં જણાવ્યા મુજબ આજે બપોરે ૨:૦૯ વાગ્યે કચ્છનાં દુધઈથી ૭ કિલોમીટર દુર પૂર્વ દિશામાં ૪.૧ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભુકંપનાં આંચકાની તિવ્રતા સામાન્ય કરતા વધારે હોય લોકો ભયભીત થયા હતા અને ઘરની બહાર નિકળી ગયા હતા જોકે હાલ તો આ ભુકંપને કારણે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

વારંવાર આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ફકત જામનગરમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં અને કચ્છમાં છેલ્લા એક માસથી તમામ ભાગોમાં ભુકંપનાં આંચકા વારંવાર અનુભવાયા છે. ઘણા મહિનાઓથી લોકો કોરોના વાયરસ, વરસાદ અને સાથે આવી રહેલા ભુકંપથી ડરવા લાગ્યા છે. આપણે જણાવી દઈએ કે ધરતીની અંદરની પ્લેટોની ટકકર થાય છે ત્યારે ભુકંપ આવી છે. ધરતીની અંદર ૭ પ્લેટો છે જે સતત ફરતી રહે છે જયારે આ પ્લેટો કોઈ જગ્યાએ તકરાઈ છે જેના કારણે ફોલ્ટ લાઈન ઝોન બની જાય છે અને સપાટીના ખૂણા વળી જાય છે. સપાટીના વળાંકનાં લીધે ત્યાં દબાણ થાય છે અને પ્લેટો તુટવા લાગી છે જેના કારણે પૃથ્વી હલવા લાગે છે અને તેને ભુકંપ તરીકે માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.