Abtak Media Google News

સોશિયલ નેટવર્કિંગના માધ્યમી લોકો સુધી પહોંચવાનો મોદીનો સફળ વ્યૂહ

ભાજપ સરકારમાં આવતાની સો જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજીટલાઈઝેશન ઉપર ભાર મુકયો છે. જેમાં સૌી વધુ મહત્વ સોશ્યલ મીડિયાને આપવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અડધો-અડધ ફંડ સોશ્યલ મીડિયા પાછળ વાપરવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ કામગીરી ભાજપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષી કરવામાં આવી રહી છે. અન્ય નેતાઓને સુચન આપતા પહેલા તેનો સૌપ્રમ અમલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે છે. મોદી સોશ્યલ મીડિયા ઉપર સતત અપડેટ રહે છે અને લોકો સોની વાતચીત સહિતની તમામ બાબતોએ જવાબો પણ આપતા રહે છે ત્યારે ફેસબુકમાં ૪.૧૭ કરોડ ફોલોવર્સ સો મોદીની લોકપ્રિયતા આસમાને પહોંચી છે.

ફેસબુકમાં નરેન્દ્ર મોદીના ફોલોવર્સની સંખ્યા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા પણ વધારે છે. ફેસબુકના પબ્લીક પોલીસી ડાયરેકટરે આ બાબતે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના ફોલોવર્સની સંખ્યાએ પબ્લીક ગવર્નસનું અલગ જ ઉદાહરણ બન્યું છે. વડાપ્રધાન મોદી સોશ્યલ મીડિયા મારફતે સતત લોકોના સંપર્કમાં રહે છે અને વધુને વધુ લોકો સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવે છે. ૨૦૧૪ના મે મહિનામાં ફેસબુક ઉપર નરેન્દ્ર મોદીના ફોલોવર્સની સંખ્યા ૧.૪ કરોડ હતી જે હવે વધીને ૪.૧૭ કરોડે પહોંચી ગઈ છે.

આશ્ર્ચર્યની વાત તો એ છે કે, નોટબંધીના સમયે વિપક્ષો દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો તે સમયે પણ મોદીના ફોલોવર્સમાં ૪૦ લાખનો વધારો યો હતો. મોદી ઉપરાંત ભાજપ સરકારના અન્ય મોટાગજાના નેતાઓ પણ સોશ્યલ મીડિયા ઉપર સતત અપડેટ રહે છે. ત્યારે હવે કોંગ્રેસે પણ આ પધ્ધતિ અપનાવવાનો વિચાર કરી લીધો છે. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ અડધો અડધ ફંડ સોશ્યલ મીડિયા પાછળ વાપરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.