Abtak Media Google News

ગરીબ વિદ્યાર્થીના ભણતરની સરકારી સહાય ચાઉ કરતી સંસ્થા

વર્ષ 14,15 અને 16માં સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓનાં ખોટા દસ્તાવેજો બનાવી રકમ હજમ કરી જતા નોંધાતો ગુનો

જુનાગઢ જિલ્લાની 12 જેટલી સંસ્થાઓએ વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિની રૂ. 4.60 કરોડની સરકારી રકમ મેળવી, વિદ્યાર્થીઓને ન ચૂકવી, છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા અંગેની અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક એ પોલીસોમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે 12 જેટલી સંસ્થાઓના આચાર્ય, ટ્રસ્ટી મંડળ તથા જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેને લઇને સોરઠના શિક્ષણ અને તબીબ જગતમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે.

Advertisement

અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક કિશોર વલ્લભદાસ ભરખડા એ જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, 12 સંસ્થાઓના આચાર્યો તેમજ ટ્રસ્ટના હોદેદારો અને જવાબદાર આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી પોત પોતાની ઉપરોકત નામવાળી 12 સંસ્થાઓના બેનર હેઠળની સંસ્થા બનાવી, જેમા વિર્ધાર્થીઓના નામે નાયબ નિયામક અનુ.જાતી કલ્યાણ જુનાગઢની કચેરીમાંથી સરકારના નિયમ અન્વયે મળવા પાત્ર શિષ્યવૃતિ રકમ મેળવવા સારૂ તા. 01/01/14 થી તા. 31/012/16 દરમિયાન ખોટા દસ્તાવેજ બનાવી, સાચા તરીકે રજુ કરી, છેતરપીંડી કરી, વિધ્યાર્થીઓના નામની શિષ્યવૃતિ રકમના ચેકો મેળવી, સરકારી નાણા રૂ. કુલ 4,60,38,550 ની ઉચાપત કરી, જે શિષ્યવૃતિની રકમના નાણા જે તે વિધ્યાર્થીઓને નહી આપી છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા, સી ડીવીઝન પોલીસે  ગુન્હો નોંધ્યો છે. પો.સ.ઇ. વી.કે. ઉંજીયા એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જે સંસ્થાઓ સામે ફરિયાદ થઈ છે તે સંસ્થાઓ અને રકમ

(1) ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ, આર.સી. પારેખ એન્ડ સી.સી.પારેખ એજયુકેશન કેમ્પસ, મહાજન હોસ્પીટલ સામે મુ.માંગરોળ  રૂ. 81.32 લાખ

(2) રોયલ ઇન્સ્ટીટયુટ ઓફ પેરામેડીકલ, બસ સ્ટેન્ડ પાછળઝ મુ. માણાવદર રૂ.46.48 લાખ

(3) ગાંધી સ્મૃતિ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ, શ્યામ ચેમ્બર, સેક્ધડ ફલોર, દાતાર રોડ, રૂ. 31.66 લાખ

(4) સાંગાણી પેરામેડીકલ સ્કૂલ, સાંગાણી હોસ્પીટલ, બસસ્ટેન્ડ સામે, મુ. કેશોદ  રૂ.26.32 લાખ

(પ) ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ કેશોદ, આંબાવાડી, મુ. કેશોદ, રૂ. 42.98 લાખ.

(6) ગુજરાત ઇન્સ્ટીટયુટ ગાંધી ચોક મુ. માણાવદર,રૂ. 17.44 લાખ

(7) શિવ ઇન્સ્ટી. ટાવર રોડ, ચાર ચોક, મુ. માંગરોળ, રૂ. 7.59 લાખ

(8) ક્રિષ્ના ઇન્સ્ટીટયુટ ઓફ પેરામેડીકલ, મેંદરડાના રૂ. 49.26 લાખ

(9) ક્રિષ્ના ઇન્સ્ટીટયુટ, બસ સ્ટેન્ડ પાછળ, બાલાજી કોમ્પલેક્ષ સામે, મુ. મેંદરડા  રૂ. 50.54 લાખ.

(10) ક્રિષ્ના એકેડેમી, રામ મંદિર ચોક, મુ. ગડુ, તા. માળીયા હાટીના, રૂ. 9.16 લાખ.

(11) ગુજરાત ઇન્સ્ટીટયુટ, જેનીલી શોપીંગ સેન્ટર, જૂનાગઢ રૂ. 92.29 લાખ.

(12) પ્રશિક્ષણ એજયુકેશન, તાલુકા પંચાયત સામે, યુકો બેંક પાસે, મુ. કેશોદ રૂ. 4.89 લાખ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.