Abtak Media Google News
  • સાબરમતી જેલમાંથી વડોદરા જેલ મોકલાયો

Gujarat News : જૂનાગઢમાં વ્યસનમુક્તિના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે ગુજરાત એટીએસએ મૌલાના મુફતી સલમાન અઝહરી સામે પાસાની કાર્યવાહી બાદ આજે તેને અમદાવાદની સાબરમતી જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે એટીએસની ટીમ મૌલાના મુફતી સલમાન અઝહરીને લઈને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી હતી. ત્યારે મૌલાનાના સમર્થકો મોટી સંખ્યામાં જેલ બહાર એકત્ર થઈ ગયા હતા. જેને પગલે વડોદરા સેન્ટ્રલ જેલબહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

Maulana

મૌલાના પાસા હેઠળ

અઝહરીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા જૂનાગઢમાં સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપી લોકોમાં ફેલાવેલી દહેશતના આધારે કાર્યવાહી હાથ ધરી ધરપકડને અનુલક્ષી તેમજ મોડાસાના ત્રીજા કેસમાં મૌલાના સલમાન અઝહરીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા. પાસપોર્ટ જમા તેમજ નામદાર કોર્ટની પરવાનગી વગર દેશ ના છોડવાની તેમજ જાહેરમાં ફરીથી આવું ભાષણ નહીં કરવાના શરતી જામીન પર અમદાવાદ જેલમાંથી સાંજના સાત વાગ્યે મુક્ત કરવામાં આવ્યો હતો. કોર્ટના આદશે બાદ મૌલાના સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ જૂનાગઢના કલેક્ટર દ્વારા પાસાના ઓડરની બજવણી કરતા મૌલાનાને પાસા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. ત્યારબાદ સાબરમતી જેલમાંથી મૌલાનાને વડોદરા લઈ જવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મૌલાનાએ ગુજરાત હાઈકોર્ટમાં પણ જૂનાગઢની FIR રદ કરવા વકીલ નિસાર વૈદ્ય મારફતે અરજી કરી હતી. જેમાં 13 માર્ચની મુદત પડી છે. ત્યારે મોડાસા કેસમાં 23 એપ્રિલ અને સમખિયાળી કચ્છ મામલે 26 ફેબ્રુઆરીની મુદત પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.