કચ્છમાં ૪ રિચર્સ સ્કેલનો ભૂકંપ

KUTCH | GUJRAT
KUTCH | GUJRAT

રાપીથી ૧૭ કિલોમીટર દૂર એ.પી. સેન્ટર

થોડા સમયથી શાંત કચ્છની ધરા ફરી અશાત થઈ હોય તેમ શનિવારની મધરાત્રે ૨.૪૫ કલાકે વાગડમાં રીચર સ્કેલ પર ૪નું તીવ્ર કંપન અનુભવાયું હતુ કંપકોટ નજીક આવેલા મધ્યમ પ્રકારનાં આંચકાના કારણે ગાઢ નિંદ્રા માણી રહેલા લોકો સફાળા જાગી ગયા હતા.

ગાંધીનગર સ્થિત ઈન્સ્ટીટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચની યાદી અનુસાર રાપરથી ૧૭ કિલો મીટરના અંતરે દક્ષિણ દિશામાં ઉંડે ૪ની તીવ્રતા સાથેનો ભૂકંપ આવ્યો હતો. કેટલાક ઘરમાં અભેરાઈ પરથી વાસણ પડી ગયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ કંપન બાદ ભચાઉ પાસે વહેલી સવારે ૫.૩૧ કલાકે ૧.૩ અને દુધઈ નજીક ૧૨.૧૪ વગ્યે ૧.૧૬ના હળવા કંપન નોંધાયા હતા.

 નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ તૈનાત

સદનસીબે કચ્છમાં ૪ની તીવ્રતાનાં ભૂકંપથી કોઈ જાનહાની કે ખાના ખરાબી સર્જાઈ નથી. આમ છતાં સાવચેતીનાં પગલા રૂપે નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સે બે ટીમ રાપર અને ભચાઉમાં તૈનાત કરવામાં આવી છે.