Abtak Media Google News

કચ્છમાં સવારે માંડવીમાં અઢી ઇંચ, મુંદ્રામાં બે ઇંચ, ગાંધીધામમાં એક ઇંચ વરસાદ: અમરેલી, જામનગર, બોટાદ, ગીર સોમનાથ, દ્વારકા અને પોરબંદરમાં મેઘાવી માહોલ: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં મેઘમહેર

આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની કરાયેલી આગાહીને પગલે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ થયો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા અને તેની આસપાસના વિસ્તારોમાં ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદથી લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. સુરતના બે ઇંચ તેમજ ઉંમરગામમાં છ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. રાજકોટમાં પણ અડધા કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જસદણના આટકોટ, પાંચવડા, ગુંદાળા સહિતના ગામોમાં ધોધમાર એક ઇંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ થયો હતો.

રાજકોટમાં એક કલાકમાં દોઢ અને ઉપલેટા પંથકમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. રાજકોટ શહેરમાં સોમવારે બપોર બાદ વીજળીના કડાકાભડાકા સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રીંગ રોડ, રેસકોર્ષ, રૈયા રોડ, કિશાનપરા ચોક, યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર-કચ્છના મેઘરાજાએ સટાસટી બોલાવી છે. કચ્છના મુંદ્રા, માંડવી, ભચાઉ, કચ્છ, ભૂજ અને અન્ય શહેરોમાં એક થઇ લઇ 3 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે. હજુ આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને ઘણા ખરા વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદ પડે તેવી પણ સંભાવના છે.

  • ઉપલેટાના લાઠ ગામે બે કલાકમાં પાંચ ઇંચ: આઠ ગામો સંપર્ક વિહોણા
  • કોઝવે પર માથાડુબ પાણી ભરાયા: જળ બંબાકાર જેવી સ્થિતિ

 

20220705 073659

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મેઘરાજાએ હેત સાથે વરસવાનું શરુ દિધેલ છેલ્લા ત્રણ દિવસ થયા શહેર તાલુકામાં છુટછવાયા વરસાદ બાદ ગઇ કાલે તાલુકાના ઘણા ગામોમાં મુશળાધાર વરસાદ વરસતા લોકોમાં રાહત જોવા મળી હતી.

ગઇકાલે આખો દિવસ વરસાદી વાતાવરણ વચ્ચે ઉપલેટા શહેરમાં બે ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો જયારે તાલુકામાં લાઠ ગામે બે કલાકમાં પાંચ ઇંચ જેવો વરસાદ વરસી જતા ક્રોવેજમાં માથા ડુબ પાણી થઇ જતા સાત જેટલા ગામોનો સંપર્ક તુટી ગયો હતો જયારે તાલુકામાં સમઢીયાળા, મજેઠી, કુઢંચ સહીત ગામોમાં 3 થી ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. ગઇકાલે લાઠ ગામમાં ભારે વરસાદને કારણે આગળનો ગામો સંપર્ક વિહોણા બનતા ગ્રામજોએ ક્રોઝવે ની જગ્યાએ પુલ બનાવવા ફરી પાછી માંગણી કરેલ હતી.

લો-પ્રેશર મધ્યપ્રદેશ પહોંચતા આગામી 8-9 જુલાઇએ ભારે વરસાદની આગાહી

Img 20220704 Wa0277

રાજ્યભરમાં હાલ અમુક વિસ્તારોમાં ધોધમાર તો અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે ત્યારે છતીસગઢ પર રહેલું લો-પ્રેશર હવે મધ્યપ્રદેશ સુધી પહોંચતા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં આગામી 8-9 જુલાઇએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ થવાની સંભાવના છે તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.

  • સૌરાષ્ટ્રમાં ક્યા કેટલો વરસાદ

રાજકોટ જિલ્લો : ધોરાજી-જેતપુર-લોધિકા-ઉપલેટામાં 1.5 ઇંચ, જામકંડોરણા-જસદણ-પડધરી-રાજકોટ-વિછીંયામાં એક ઇંચ વરસાદ

દ્વારકા જિલ્લો : ખંભાળીયામાં ચાર ઇંચ, કલ્યાણપુરમાં બે ઇંચ, ભાણવડમાં બે ઇંચ વરસાદ

પોરબંદર જિલ્લો : રાણાવાવમાં 3 ઇંચ, કુતિયાણામાં બે ઇંચ અને પોરબંદરમાં એક ઇંચ વરસાદ

જૂનાગઢ જિલ્લો : વિસાવદરમાં બે ઇંચ, ભેંસાણ-જૂનાગઢ-કેશોદ-માળિયા-માણાવદર-માંગરોળ-મેંદરડામાં એક ઇંચ વરસાદ

ગીર સોમનાથ જિલ્લો : ગીર ગઢડા-તાલાલા-ઉના અને વેરાવળમાં એક ઇંચ વરસાદ

અમરેલી જિલ્લો : ખાંભા-સાવરકુંડલામાં ચાર ઇંચ, અમરેલી-બાબરા-બગસરા-ધારી-જાફરાબાદ-રાજુલામાં એક ઇંચ વરસાદ

ભાવનગર જિલ્લો : મહુવા-તળાજા-ભાવનગરમાં એક ઇંચ વરસાદ

મોરબી જિલ્લો : ટંકારામાં એક ઇંચ વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લો : લખતરમાં એક ઇંચ, વઢવાણ-લીંબડી 0.5 ઇંચ વરસાદ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.