Abtak Media Google News

ધનતેરસ , કાળી ચૌદસ અને દિવાળીનાં દીવસોએ અબોલ પશુઓ, બીમાર, અશક્ત અને તરછોડાયેલા જીવોને સાતા ઉપજે તે માટે જીવદયા માટે સમર્પિત કાર્યકરો આ અબોલ જીવો ને ઘાસચારો અર્પણ કરવા અને અબોલ જીવોના આર્શિવાદનું કાર્ય કરશે. જીવદયાને સમર્પિત કાર્યકારો જે સતત 365 દિવસ જીવદયાનું કાર્ય કરે છે અને ખાસ કરીને વર્ષ દરમ્યાન દરેક તહેવારોમાં રાજકોટ શહેરની આસપાસની તમામ પાંજરાપોળ, ગૌશાળામાં ઘાસચારો, ગાય માતા અને માદા અબોલ જીવોને સાતા  પહોંચાડવા પૌષ્ટિક અને વેદકીય રીતથી બનાવેલ લાડવા ખવડાવવામાં આવે છે.

જીવદયા અંગેની વ્યાખ્યાનનો પૂ. જે.પી. ગુરુદેવના શ્રીમુખે અમૃતવાણીનો મળશે લાભ

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા હરેશભાઇ દોશીએ ‘અબતક’ ના મેનેજીંગ ટ્રસ્ટી સતિષકુમાર મહેતાએ જણાવ્યું હતું કે, આ ધનતેરસ , કાળીચૌદસ અને દિવાળી નાં દિવસોએ જીવદયા ગ્રુપના મોભી અને જૈન અગ્રણી અને જીવદયાપ્રેમી ઉપેનભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળના શ્રી સમીરભાઈ કામદાર ના સહકારથી અને વિવિધ દાતાઓના સહયોગથી આશરે 2000 મણ જેટલું ( 40000 કીલો ) જેટલો ઘાસચારો 20 ગૌશાળાઓમાં અબોલ જીવોને અર્પણ કરવામાં આવશે .

આ કાર્ય પરમ પૂજ્ય જેપી ગુરુદેવ નાં સાનિધ્યમાં જીવદયા અંગેનાં વ્યાખ્યાનથી દિવાળી નાં દિવસે 12 નવેમ્બર નાં સવારે 9 થી 10 દરમ્યાન મણિયાર દેરાસર મા કરવામાં આવશે . પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી , ધારાસભ્ય ડો . દર્શિતાબેન શાહ , માંડવી ચોક તપગચ્છ જૈન સંઘના શ્રી જીતુભાઈ દેસાઈ ચાવાળાના હસ્તે ઘાસચારો અર્પણ કરાશે . મણિયાર દેરાસરના પંકજભાઈ કોઠારી, અરૂણભાઇ દોશી જીતુભાઈ ગાંધી, દિપકભાઈ મહેતા, રણજીતભાઈ શાહ તથા સર્વે કમિટી મેમ્બર નો સહકાર બદલ આભાર માનીએ છીએ .

સમગ્ર કાર્યને સફળ બનાવવા જીવદયા ગ્રુપના કાર્યકરો પ્રકાશ મોદી, હીમાંશુ ચીનોય, રમેશ દોમડીયા, નીરવ સંઘવી, વિરેન્દ્ર સંઘવી, હર્ષદ મહેતા, દીનેશ મોદી, હરેન મહેતા, હીરેન કામદાર, હરેશ વીંછી, કિર્તીભાઈ પારેખ, હરેશ દોશી, મીહીર મોદી, હીતેશ દોશી, ભરત બોરડીયા, અરૂણ નિર્મળ, વિમલ શેઠ, અમિત દેસાઈ, નીખીલ શાહ, સુનીલ દામાણી, શૈલેષ ઉદાણી, અશ્વીન અજમેરા, હરીશ હરિયાણી, મનોજ પારેખ, દીવ્યેશ કામદાર, યોગેશ મહેતા, વિમલ શેઠ, અજય વખારીયા, જીગર દોમડીયા, મેહુલ સંઘાણી, સુરીલ મોદી, નીરવ પ્રારંખ, નીજ પરમાર, અશોક ગજેરા, જયસુખ હેરસોરા, કલ્પેશ મોડાસરા, પારસ મોદી, સંધ્યાબેન મોદી, દેવાંગી મોદી, હેમા મોદી, હીના સંઘવી, જીજ્ઞા મોદી, આરતી દોશી, હેતલ મહેતા, દક્ષા મહેતા, બકુલા શાહ, બીના દોશી, અલ્કા બોરડીયા, જયશ્રી દોમડીયા જહેમત ઉઠાવી રહ્યા છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.