Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિમાં લગ્નસરાનું પવિત્ર અને અનેરૂ મહત્વ છે. લગ્ન ગાળો શરૂ થતા જ જાણે તહેવારોની શરૂઆત થઈ હોય એવો માહોલ જોવા મળે છે.વર્ષ 2023 ના નવેમ્બર,ડિસેમ્બર તથા વર્ષ 2024ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં 44 મુહૂર્ત લગ્ન માટે નીકળે છે.માત્ર 44 મુહૂર્તમાં પણ લગ્નની સીઝન આ વખતે ટનાટન છે.વેપારીઓમાં આનંદો જોવા મળ્યો છે. લગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓમાં ઓર્ડરની ડિમાન્ડ આ વખતે ખૂબ જોવા મળી છે.

મુહૂર્ત ઓછા પણ લગ્નનો ઉત્સાહ લોકોમાં ખૂબ ઓર્ડરનો ધમધમાટ:વેપારીઓ, લગ્નમાં અવનવા કોન્સેપ્ટની થીમનો ક્રેઝ વધ્યો

કેટરીગના વ્યવસાય, મંડપના વ્યવસાય,વિડીયો શુટીંગના વ્યવસાય તથા ફુલહારના વ્યવસાયના ધંધાર્થીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે લોકોમાં લગ્નનો ઉત્સાહ ખૂબ જોવા મળ્યો છે.ઓછા મુહૂર્ત માં પણ ખૂબ સારી રીતે લોકો લગ્ન પ્રસંગની ઉજવણી કરવાનો ઉત્સાહ વધારે છે.ઓર્ડર પણ ખૂબ સારા મળ્યા છે ક્યાંક ધંધાર્થીઓ ગ્રાહકોને સંતોષવા મર્યાદિત ઓર્ડર લીધા છે.જેથી ગ્રાહકોને તેની અપેક્ષા મુજબનું કામ આપી શકે.બીજી તરફ વેપારીઓ ગ્રાહકોને પૂરતી સર્વિસ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી તનતોડ મહેનત કરે છે.આ વખતની લગ્ન સિઝનનો સંપૂર્ણ ચિતાર લગ્ન વ્યવસાય સાથે જોડાયેલા ધંધાર્થીઓ સાથે અબતક દ્વારા ખાસ વાતચીત કરી રજૂ કરવામાં આવ્યો છે.

કેટરિંગ આજે દરેક વર્ગને પોસાય રહ્યું છે:વીરેન્દ્રસિંહ ચુડાસમા

શ્રી ખોડિયાર કેટર્સના વીરેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે લગ્ન સરાની આ વર્ષની સિઝનમાં કેટરીના ઓર્ડર સારા મળ્યા છે નાના વર્ગના લોકો પણ આજે કેટરિંગ નહીં સુવિધાઓ ઉપયોગ કરે છે અમે મધ્યમ વર્ગી નાના માણસો કે ગર્ભ શ્રીમંત તમામ વર્ગને એમની અપેક્ષા મુજબનું અને મેનુ જે નક્કી કરવામાં આવે એ મુજબના પ્રાઈઝ સાથેની કેટરિંગની સર્વ પુરી પાડી રહ્યા છીએ આ વર્ષે ઓર્ડર ખૂબ સારા છે બીજા 2024ની પહેલા મહિના અને બીજા મહિનામાં લગ્ન સિઝન ખૂબ વધુ છે સીઝન સારી હોવાથી અમને આનંદો થયો છે.

મુહુર્ત ઓછા હોવાથી લિમિટેડ ફંક્શન રાખી ગ્રાહકોને સારૂ વર્ક આપવું છે: મુનાભાઈ માણેક

ક્રિએટિવ આઈ સ્ટુડિયોના મુન્નાભાઈ માણકે જણાવ્યું કે,આ વખતે લગ્ન સિઝનમાં મુહર્ત ઓછા હોવાથી ગ્રાહકોને સારું વર્ક આપવાના હેતુથી લિમિટેડ ફંક્શન રાખ્યા છે.ઓર્ડર તો ખૂબ આવે છે.પરંતુ ગ્રાહકોની અપેક્ષા મુજબ તેમને સંતોષ મળે એવું કામ આપવા માટે અમે લિમિટેડ ઓર્ડર લીધા છે. હવે ટ્રેન્ડ ચેન્જ થયો છે ગ્રાહકોને ટ્રેડિશનલ નહીં પરંતુ 30 થી 35 મિનિટમાં લગ્નની તમામ સાંભરણા અને વિડિયો આવી જાય એવા ક્રિએટિવ વિડીયો નું શૂટિંગ જોઈએ છે.

ગ્રાહકોની મંડપમાં નવી થીમની ડિમાન્ડ: મહેશભાઈ અગ્રાવત

મહેશ મંડપ સર્વિસના મહેશભાઈ અગ્રાવતે જણાવ્યું કે,છેલ્લા 35 વર્ષથી મહેશ મંડપ સર્વિસની ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવામાં આવે છે. આ વર્ષે લગ્ન સિઝનમાં માણસોની નવા ટીમના મંડપની ડિમાન્ડ વધારે છે.ગ્રાહકોની અપેક્ષા ને સંતોષવા અમે પણ નવી ટીમને સ્વીકારી લીધી છે. દાંડીયારાસમાં બ્લેક થીમ વધુ ચાલે છે.હલ્દી માં યેલો થીમ નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફાઇબર,ગોલ્ડન, ગામઠી જેવી થીમોનું ગ્રાહકોને ઘેલું લાગ્યું છે.

લગ્ન મંડપમાં નવા કોન્સેપ્ટનો ક્રેઝ વધ્યો: હાર્દિકભાઈ કાનગડ

ટ્રિપલ કે ફ્લાવરના હાર્દિકભાઈ કાનગડએ જણાવ્યું કે,લગ્નગાળામાં આ વર્ષે પ્ર્રોપ્સનું ચલણ વધ્યું છે.ઉચ્ચ ડેકોરેશન નો લોકોમાં ક્રેઝ છે.સાથોસાથ લગ્ન મંડપમાં નવા કોન્સેપ્ટનો ક્રેઝ વધ્યો છે. લગ્ન સિઝનમાં આ વર્ષે ફુલ ની ડિમાન્ડ પર પુષ્કળ છે.ફૂલની આવક ઓછી છે.ડિમાન્ડ વધારે છે.જેથી ફૂલમાં ભાવ પણ વધારે છે.

કોરોના બાદ આ લગ્ન સીઝન નું બીજું વર્ષ છે આ વર્ષ ખૂબ સારું છે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ધામધૂમ સાથે પ્રસંગ ઊજવી સારી રીતે લગ્ન માણી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.