Abtak Media Google News
  • શ્રીરામ મસાલા માર્કેટ, લક્ષ્મીનગર શાકમાર્કેટ, રાજનગર ચોક, નાના મવા રોડ, જૂના માર્કેટીંગ યાર્ડ સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયું

હાલ બારમાસી મસાલા ભરવાની સિઝન ચાલી રહી હોય જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મસાલાના ધંધાર્થીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. 25 મસાલાના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત પુનિતનગર મેઇન રોડ પર ખાણીપીણીની 21 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

આઠ વેપારીને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. આજે કોર્પોરેશન દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત નાના મવા રોડ પર શ્રીરામ મસાલા માર્કેટમાં ગીરીરાજ સિઝન સ્ટોર્સમાંથી લૂઝ ધાણાજીરૂં પાવડર, મરચા પાવડર અને હળદર પાવડરનો નમૂનો લેવામાં આવ્યો હતો. ઉમિયા મસાલા ભંડારમાંથી હળદર અને મરચાનો નમૂનો જલારામ મસાલા ભંડારમાંથી હળદર પાવડર, ખોડલ મસાલા ભંડારમાંથી ડબલ સેવન ગ્રીન પ્રિમીયમ ગરમ મસાલા અને એશ્યોર ડિલક્ષ યેલો પાવડર હીંગના નમૂના લેવાયા હતા.

લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે સદ્ગુરૂ પ્રોવિઝન સ્ટોર્સમાંથી લૂઝ મરચું પાવડર, લૂઝ હળદર પાવડર, ડબલ હાથી ચીલ્લી પાવડર, રાજનગર ચોક પાસે નાના મવા મેઇન રોડ પર રાધે સુપર માર્કેટમાંથી એવરેસ્ટ બ્રાન્ડ ડ્રાય જીંજર અને એવરેસ્ટ બ્લેક પીપર, નીલમ ઇમ્પેક્સમાંથી માતૃશ્રી કેશર ઓર્ગેનીક પંચરત્ન ચીલ્લી પાવડર અને માતૃશ્રી ટરમરીક પાવડર ઉપરાંત માતૃશ્રી કુમીન સીડ પાવડરના નમુના લેવાયા હતા. નાના મવા રોડ પર આવેલા ઓશિયાર હાઇપર રિટેલ લીમીટેડમાંથી સ્વાગત કાશ્મીરી મરચું, સ્વાગત હળદર અને સ્વાગત ધાણાજીરૂં, બાલાજી એન્ટરપ્રાઇઝમાંથી એવરેસ્ટ હળદર પાવડર, એવરેસ્ટ તીખાલાલ હોટ એન્ડ રેડ ચીલ્લી પાવડર, જૂના માર્કેટીંગ યાર્ડમાં શુભમ ટ્રેડર્સમાંથી રાજા-રાણી હળદર પાવડર અને ધાણાજીરૂં, રાજનગર સોસાયટીમાં શ્રીનાથજી ટ્રેડર્સમાંથી સોનેટ કાશ્મીરી મરચું અને ઓર્ગેનીક ધાણાજીરૂંના નમૂના લેવામાં આવ્યા છે.

રામનાથપરામાં ઇશિતા પંજાબીમાંથી 10 કિલો વાસી મન્ચુરીયન પકડાયું

ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકીંગ દરમિયાન રામનાથ પરા મેઇન પર આવેલા ઇશિતા પંજાબીમાંથી તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં સંગ્રહ કરવામાં આવેલા 10 કિલો વાસી મન્ચુરીયનના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા તથા ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. પુનીતનગર વિસ્તારમાં ખાણીપીણીની 21 દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત જય નાગદાદા કોલ્ડ્રીંક્સ, જય નાગદાદા રેસ્ટોરન્ટ, પિતૃ કૃપા કોલ્ડ્રીંક્સ, પટેલ ફરસાણ, નિલકંઠ પાર્લર આઇસ્ક્રીમ, બાપા સિતારામ ઘુઘરા, ક્રિષ્ના કેન્ડી અને શ્રીનાથજી એન્ટરપ્રાઇઝને નોટિસ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.