Abtak Media Google News

ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ માં અંબેના દર્શન કરવા, માં નું સાનિધ્ય પ્રાપ્ત કરવા કરવા માટે માં ના દ્વારે ઉમટી પડ્યો હતો. અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંતિમ દિવસ છે. 45 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યો છે. આજે મા અંબાના ધામમાં માઇભક્તએ 250 ગ્રામ સોનાની 3 લગડી પણ દાન કરી છે. અત્રે જણાવીએ કે, અંબાજી મંદિરમાં છેલ્લા 7 દિવસમાં 466 ગ્રામ સોનાનું દાન આવ્યું છે. સાત દિવસમાં 45.54 લાખયાત્રીઓએ દર્શન કર્યા તેમ જ રૂપિયા 6. 89 કરોડની આવક થઈ હતી તો બીજી તરફ આજે મેળાના અંતિમ દિવસે જિલ્લા વહીવટી તંત્રએ પણ માંના આશીર્વાદ લેવા માટે  અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મંદિરે પહોંચીને ધ્વજારોહણ કર્યું હતું. માઈ મંદિરે 3,377 ધજાઓ ચડાવાઇ હતી

Advertisement

રૂપિયા 6. 89 કરોડની આવકતેમજ 520 સોનાનું દાન મળ્યું : માઈ મંદિરે 3,377 ધજાઓ ચડાવાઇ

તા. 23 સપ્ટેમ્બર થી શરૂ થયેલા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 29 મી સપ્ટેમ્બરને ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માં ના દર્શન માટે ઉમટ્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના આ મહાકુંભ સમા મેળામાં દર્શનાર્થીઓ આંનદ ઉલ્લાસ અને જય અંબેના જયઘોષ સાથે ઉમટી પડતાં શ્રદ્ધાનો સાગર છલકાયો હતો. માં ના દર્શને ભક્તો પગપાળા, બસમાં, ગાડીમાં એમ વિવિધ પ્રકારે અંબાજી આવ્યા હતા. અને પોતાની બાધા માનતા અને મનોકામના પૂર્ણ કરવા માતાજીને દંડવત દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગુજરાત તો ઉત્સવો, પર્વો અને મેળાઓની ભૂમિ છે, પરંતુ એમાંય અંબાજી શક્તિપીઠની વાત જ ન્યારી છે કેમ કે, અહીં માનું હૃદય બિરાજમાન છે અને એટલે જ દૂર સુદૂર હજારો કિલોમીટરની પદયાત્રા કરી આવતા માઇભક્તો પગપાળા યાત્રાના થાકમાં પણ માના દર્શન કરવાનો થનગનાટ અનુભવે છે. આ થનગનાટ અને ઝગમગાટનો સંગમ થાય ત્યારે શક્તિપીઠ દિવ્યતા અને ભવ્યતા ધારણ કરે છે જેની અનુભૂતિ રાત્રિ દરમિયાન કરવામાં આવેલી રોશનીમાં તાદ્રશ્ય થઇ હતી અને એટલે જ સુવર્ણ મંડીત મંદિરનો ભાગ રંગબેરંગી રોશનીના પ્રકાશમાં દેદીપ્યમાન લાગી રહ્યો છે. અવનવી રંગબેરંગી રોશની જયારે માના ચાચર ચોકમાં પથરાય છે ત્યારે જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાય છે.

7 દિવસમાં મોહનથાળના 16 લાખ પેકેટનું વિતરણ

ભાદરવી પૂનમના મેળામાં ભક્તોએ ચીકીને બદલે મોહનથાળ પસંદ કર્યો છે. 7 દિવસમાં મોહનથાળના 16 લાખ પેકેટનું વિતરણ થયું છે.  જ્યારે ચીકી પ્રસાદના ફક્ત 75 હજાર પેકેટ વેચાયા છે. 7 દિવસમાં 40 લાખ ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવ્યા છે. અત્રે જણાવીએ કે, થોડા દિવસો અગાઉ અંબાજીમાં પ્રસાદને લઇ વિવાદ થયો હતો. જેમાં મોહનથાળને બદલે પ્રસાદમાં ચીકીનો પ્રસાદ નક્કી કરાયો હતો. અંબાજીના ભક્તોએ મોહનથાળનો પ્રસાદ માન્ય રાખ્યો હતો. અંબાજીમાં મોહનથાળનો જ પ્રસાદ સૌથી ઉત્તમ હોવાનો ભક્તોનો મત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.