Abtak Media Google News

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. અંબાજી જતાં તમામ માર્ગો હાલ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.  બનાસકાંઠા કલેકટર દ્વારા અંબાજી મહા મેળાનો પ્રારંભ કરાવાયો છે. મેળાના પ્રથમ દિવસથી ભક્તો દર્શન માટે પહોંચ્યા છે. સાત દિવસમાં લાખો ભક્તો પગપાળા માના દર્શન કરવા પહોંચશે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે. ભાદરવી પૂનમનાં મેળો આજથી શરૂ થઈ રહ્યો છે. આ મહામેળાની ગણના માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ભરાતા મોટા મેળાઓમાં થાય છે.  અને આ મેળામાં લાખો શ્રદ્ધાળુ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ ક્ષણ એવી હોય છે જ્યારે અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે. મેળો  આજે એટલે કે 23થી 29 સપ્ટેમ્બરથી સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે.

સાત દિવસમાં લાખો ભક્તો પગપાળા માના દર્શન કરવા પહોંચશે: કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો સહિતની વ્યવસ્થા ગોઠવાઈ

અંબાજી ભાદરવી પૂનમના મેળોમાં આ વર્ષે દૂરદૂરથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એડવાન્સમાં તૈયારીઓ કરી દેવામાં આવી હતી.અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે રેલીંગની વ્યવસ્થા કરી દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. મેળા દરમિયાન વહેલી સવારે 5 વાગ્યાથી માઇભક્તો માતાજીના દર્શન કરી શકશે. મેળા દરમિયાન સતત સ્વચ્છતા જળવાય તે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.

મેળા દરમિયાન અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

22 સેકટર, અને 484 પોઇન્ટ દ્વારા સુરક્ષા વ્યવસ્થા

અંબાજી ભાદરવી મેળામાં આવતા લાખો માઇભક્તોની સુરક્ષા કાજે સુરક્ષા વિભાગ દ્વારા રાઉન્ડ ધ કલોક રીતે તીર્થધામ અંબાજીથી માંડી દાંતા,આંબાઘાટ અને હડાદથી માંડી ગબ્બર સુઘી ઘોડેસવાર પોલીસ સહિત 6500 જેટલા સુરક્ષા કર્મીઓ દ્વારા સમગ્ર મેળાને લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.