Abtak Media Google News

જૂનાગઢના ભવ્ય ધાર્મિક સાંસ્કૃતિક ઐતિહાસિક વારસો જોવો એકલા હો છે જૂનાગઢ ઉપરકોટ ના કિલ્લા માં આવેલી અડી કડી વાવ અને નવઘણ કુવા માટે કહેવત છે કે અડી કડી વાવ ને નવઘણ કુવો ન જુએ તે જીવતો મુવો.

Advertisement

કહેવતો માં જો જૂનાગઢના  ઉપરકોટમાં  આવેલ આવેલી  અડીકડી વાવને નવઘણ કુવો જોયો ન હોય તો આખો ફેરો ફોગટ જાય એવું કહેવાયું છે સ્થાપત્ય કલાનો બે નમૂનો નમુનો અને જુના જમાના ની જળસંગ્રહ સંરક્ષણની સંસ્કૃતિને ઉજાગર કરતી વાવ અને કુવામાં કોઈપણ જાતના યંત્ર વગર તળિયે સુધી જઈ પાણી ભરવાની હજાર વર્ષ પહેલાં વ્યવસ્થા કરવામાં આવી હતી ઐતિહાસિક ઉપરકોટ ના કિલ્લાનું મુખ્યમંત્રીના હાથે લોકાર્પણ થયા બાદ સવાણી એ રીતે દ્વારા ગાંધીજયંતી અંતર્ગત સાત દિવસ સુધી નિશુલ્ક પ્રવેશ ની જાહેરાત કરતા પ્રથમ દિવસથી તેરિજનો શાળાના બાળકો ઉપરકોટ જોવા ઉંચી પડ્યા હતા અને મેળા જેવા વાતાવરણમાં હજારો પ્રવાસીઓએ કિલ્લો જોયો હતો હજુ સોમવાર સુધી ઉપરકોટમાં પ્રવેશ ની જાહેરાતના લઈને જૂનાગઢવાસીઓ ઉપરકોટનો નજારો જોવા માટે ઉત્સુક બન્યા છે

Upper Kot Fort Of Rakhinegar Has Now Become A Scenic Tourist Destination
Upper Kot fort of Rakhinegar has now become a scenic tourist destination

પ્રાચીન વિરાસત જેવા સ્થાપત્યો વાવ કુવા કોઠારો અરબી તોપોના રિ-ક્ધસ્ટ્રક્શનનો ભવ્ય વારસો પ્રવાસીઓના મન મોહી લે તેવા

Upper Kot Fort Of Rakhinegar Has Now Become A Scenic Tourist Destination
Upper Kot fort of Rakhinegar has now become a scenic tourist destination

ઉપરકોટ નું સંચાલન મુંબઈની સવાણી હેરિટેજ પ્રાઇવેટ લિમિટેડના રામભાઈ સવાણીને સોંપવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે ઉપરકોટ નો કિલ્લો ત્રણ વર્ષ બંધ હતો રિસ્ટોરેશન બાદ મુખ્યમંત્રીના હાથે ખુલ્લો મુકાયું છે62 એકરમાં પથરાયેલા કિલ્લામાં પૌરાણિક સ્થળો ધાર્મિક સ્થળો અને ઐતિહાસિક ધોરો હોરો મોજુદ છે.

Upper Kot Fort Of Rakhinegar Has Now Become A Scenic Tourist Destination
Upper Kot fort of Rakhinegar has now become a scenic tourist destination

ઉપરકોટમાં અડી કડી વાવ નવઘણ કુવો બોધ ગુફાઓ રાણકદેવી નો મહેલ નીલમ અને કડા નાલતોપ અને અનાજના કોઠારો નવાબ કાળમાં બનાવવામાં આવેલા પાણીના તળાવ ફિલ્ટર સ્ટેશન અને નાની મોટી તોપોનો વિશાળ ખજાનો ઉપરકોટમાં મોજુદ છે.ઉપરકોટ માં ઐતિહાસિક અને પૌરાણિક વિરાસતો ની સાથે સાથે ધાર્મિક જગ્યાઓનું પણ મહત્વ છે રાખેંગાર ના કુળદેવી મા ખોડીયાર હનુમાનજી મંદિર કિલ્લા પર હજરત સીપે સાલર બાપુ, હિન્દુ મુસ્લિમ ની આસ્થાના પ્રતિક એવા લાલ શેહઝાદા બાપુ રાણકદેવી મહેલ પાસે આવેલ નુરી શાહ જમાલશાપીરની દરગાહ બૌદ્ધ ગુફાઓ અને નાની મોટી ડેરીઓ થી ઉપરકોટ .સર્વ ધર્મ સમભાવ નું પ્રતીક બની રહ્યું છે

નવા કલર ધારણ કરનાર ઉપરકોટમાં બાળકો માટે 50 મોટા માટે રૂપિયા 100 ને વિદેશી માટે 500 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે રાણકદેવી મહેલ નું નવીદીકરણ મન મોહી લે તેવું છે અનાજ ભંડારની સાથે સાથે નવીનીકરણ માં સાડા ત્રણ કિલોમીટર સાયકલ ટ્રેક પીવાના પાણીની સુવિધા બેસવાની સુવિધા પ્રવાસીઓની સુરક્ષા માટે સિક્યુરિટી ઉપરાંત ઉપરકોટ પોલીસ ચોકી તેમજ જિલ્લામાં 90 સીસીટીવી કેમેરા લગાવ્યા છે જોવાલાયક સ્થળોએ સ્પીકર મુકાયા છે.એક ઈશ્વરથી સમગ્ર જિલ્લામાં કોઈ પણ સૂચના આપી શકાય તેવી વ્યવસ્થા સાથે ખુલ્લો મુકાયો છે હજુ અનેક સુવિધા ઉભી કરાશે તેમાં ગાઈડના દર નક્કી કરાશે અત્યારે સિક્યુરિટી સહિતની 50થી વધુ કર્મચારીઓ તેના જ કરવામાં આવ્યા છે

Upper Kot Fort Of Rakhinegar Has Now Become A Scenic Tourist Destination
Upper Kot fort of Rakhinegar has now become a scenic tourist destination

આગામી દિવસોમાં આ સંખ્યા 150 સુધી લઈ જવાશે અને સ્થાનિક લોકોને રોજગારી મળે તેમ અગ્રતા આપવામાં આવી છે ઉપરકોટ કિલ્લામાં કુદરતી રીતે ઊગતું ઘાસ મુંગા પ્રાણીઓ માટે વાઢીને લઈ જવાની છૂટ અપાય છે જૂનાગઢના માલધારીઓને ઉપરકોટ કિલ્લામાં સવાણી એડિટેજના સત્તાવાલા ન મંજૂરી મેળવીઘાસ કાપવાની વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરકોટ ના નવા કલેવર થી શહેરને એક ખૂબ જ સુંદર પર્યટન સ્થળ પ્રાપ્ત થયાનો સંતોષ છે.

ઉપરકોટમાં પ્રવેશ ફીનો વિરોધ શરૂ

સરકાર જૂનાગઢ શહેરનો વિકાસ કરવા પૈસા આપે અને પાછળથી એજન્સીને કમાવા માટે કોન્ટ્રાક્ટ આપી દે તે વાજબી નથી. તેવી નારાજગી સાથે જુનાગઢ શહેરના અગ્રણી બટુકભાઈ મકવાણા એ વધુમાં જણાવ્યું છે કે, જુનાગઢનો વિકાસ કરવાના નામે વેપારીકરણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને આપણી સંસ્કૃતિને નિહાળવા પૈસા ચૂકવવા પડે તે ગેરવ્યાજબી છે. બીજી બાજુ ઉપરકોટમાં હિન્દુ – મુસ્લિમ સમાજના ધર્મસ્થાનો આવેલા છે. ત્યારે અહીં દર્શન કરવા માટે પણ પૈસા આપવા પડે તેવી નોબત આવી ગઈ છે. જે વ્યાજબી નથી.

વિકાસના નામે વેપારીકરણ ન ચાલે

અગાઉ જૂનાગઢના રોપવેની ટિકિટ માટે જૂનાગઢમાં ભારે વિરોધ થયેલો. પરંતુ ત્યારે પણ કાંઈ ન થયું હતું. તેવી જ રીતે હવે ઉપરકોટની પ્રવેશ ટિકિટનો ભાવ પણ તોતિંગ રાખવામાં આવ્યા છે, અને જૂનાગઢની પ્રજા કે ગુજરાત ભરના પ્રવાસીઓ ગમે એટલા બૂમ બરાડા પાડશે અને વિરોધ નોંધાવશે છતાં તેમાં કંઈ ફેર નહીં પડે. કારણ કે, સરકાર દ્વારા વિકાસના નામે વેપારીકરણ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

પ્રવેશ ફી વધારો પાછો ખેંચો: અમૃત દેસાઈ

ઉપરકોટની પ્રવેશ ફી સામાન્ય તથા મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ મોંઘી સાબિત થશે જેના કારણે બહારથી આવનાર અને ખાસ કરીને જૂનાગઢના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જૂનાગઢની આ ઐતિહાસિક વીરાસત જોવાથી વંચિત રહી જશે તેમ જણાવી શહેરના અગ્રણી અમૃતભાઈ દેસાઈ જણાવી રહ્યા છે કે, ઉપરકોટ કિલ્લો એ જુનાગઢ વાસીઓનું સૌથી સસ્તું અને ખૂબ જ પ્રચલિત ફરવા લાયક અને જાણવા, માણવા લાયક સ્થળ હતું. ત્યારે આ ઉપરકોટને નિહાળવા આસમાન જેવા તોતિંગ રાખવામાં આવતા અહીં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના પ્રવાસીઓ અને જુનાગઢ વાસીઓ આ ફી નહીં ચૂકવી શકે જેના કારણે આ ઐતિહાસિક સ્થળના તેઓ ક્યારેય દર્શન નહીં કરે, તેના બદલે ઉપરકોટનો પ્રવેશ ફી વધારો પાછો ખેંચવો જોઈએ અને વ્યાજબી પ્રવેશ ફી રાખવામાં આવે તે આવશ્યક છે. તેમ જૂનાગઢની હંમેશા ચિંતા કરતા અગ્રણી અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.