Abtak Media Google News

પવનસુત, સિંધ, નેશનલ, સાંઈ અને પેન્ર સર્વેલન્સ સિકયુરીટીને ‚રૂ.૯૦ હજારનો દંડ

સિકયુરીટી ગાર્ડસની ગેરહાજરી અને ફરજમાં બેદરકારી સબબ મહાપાલિકાની વિજીલન્સ શાખા દ્વારા તાજેતરમાં અલગ અલગ પાંચ સિકયુરીટી એજન્સીને ‚ા.૯૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

તાજેતરમાં વિજીલન્સ ઓફિસરે અલગ અલગ સિકયુરીટી પોઈન્ટ પર સરપ્રાઈઝ ચેકિંગ હા ધર્યું હતું. જે અંતર્ગત સિકયુરીટી ગાર્ડની ગેરહાજરી અને ફરજમાં બેદરકારી જણાતા પ્રાઈવેટ સિકયુરીટી એજન્સીને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલો ખુલાસો ગ્રાહ્ય રાખવામાં આવ્યો ની અને રાજકોટની પવનસુત સિકયુરીટી સર્વિસ, મુંબઈની સિંઘ સિકયુરીટી સર્વિસ, રાજકોટની નેશનલ સિકયુરીટી સર્વિસ, સાંઈ સિકયુરીટી સર્વિસ અને અમદાવાદની પેન્ર સર્વેલન્સ અને એલાઈડ સર્વિસને ‚ા.૯૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ચેકિંગ દરમિયાન નવાગામ આવાસ યોજના, રેસકોર્સ, લવગાર્ડન, વિર ભગતસિંહ ગાર્ડન, ઘંટેશ્ર્વર પાણીનો ટાંકો, કેનાલ રોડ લાઈબ્રેરી, એથ્લેટીક ગ્રાઉન્ડ, દૂધ સાગર રોડ પર પાણીનો ટાંકો અને ચંદ્રશેખર આઝાદ ઉદ્યાનમાં સિકયુરીટી ગાર્ડની ગેરહાજરી માલુમ પડતા દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.