Abtak Media Google News

લંડનમાં એક પાંચ વર્ષની બાળકીના ધુમધામથી લગ્ન કરાવવામાં આવ્યા છે. તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે જ બાળકીના લગ્ન કરવામાં આવ્યા છે. આ લગ્નમાં બ્રાઇડ છે. ૫ વર્ષની અને ગુમ છે. ૬ વર્ષનો આ અજબગજબ લગ્ન પ્રસંગમાં ૨૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી. આ લગ્ન માટે આખા મેરેજ હોલને પરીલોક માફક શણગાર્યો હતો ત્યાં હાજર મહેમાનો પણ આ થીમને અનુરુપ ડ્રેસમાં જોવા મળ્યા હતા.

Advertisement

આપને વિચાર આવતો હશે કે બાળલગ્ન પર પ્રતિબંધ છે તો બાળલગ્ન થયા  કેમ? આવો જાણીએ પાંચ વર્ષની બાળકીના લગ્ન થયા છે. તેનુ નામ ઇલીધર પેટર્સન છે. ઇલીધર જન્મથી જ એક બીમારીથી પીડીત છે. તેને ન્યુરો બસ્ટાટોમાં કેન્સર છે. આ બાળકી પાસે ખૂબ જ ઓછો સમય છે. તેની ઇચ્છા હતી કે પરીની કહાનીઓ માફક તેના લગ્ન થાય તેની ઇચ્છા પુરી કરવા માટે તેના માતા-પિતાએ લગ્ન સમારંભનું આયોજન કર્યુ હતું.

ઇલીધર પેટર્સના લગ્ન તેના બેસ્ટ ફ્રેન્ડ હેરિસન ગિયર સાથે કરવામાં આવ્યા છે. બંને સારા મિત્રો છે. લગ્નમાં ઇલીધરને પરીની માફક શણગારી હતી અને ટેરિસનને સુપરહિરોનો પોષક પહેરાવવામાં આવ્યો હતો.

બાળકી ઇલીધર પેટર્સની માતાઆ પ્રસંગે ખુબ ભાવુક થઇ ગઇ હતી હવે જાજો સમય નથી બચ્યો અને છેલ્લી ઇચ્છા પુર્ણ કરવા તેના માતા-પિતાએ આ લગ્ન સમારોહનું આયોજન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.