Abtak Media Google News

નેધરલેન્ડના સંશોધકોનું કહેવુ છે કે એક નવા વાયરલેસ નેટવર્કની મદદથી વાઇ-ફાઇની સ્પીડ ૩૦૦ ગણી વધારે ઝડપી બની જશે. આ નેટવર્કમાં ઇન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે.

એન્ડ હોવેન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના પ્રોફેસર ટોન કૂનને કહ્યુ હતુ કે હકિકતમાં અમે પ્રકાશના કિરણોનો ઉપયોગ વાયરલેસ રીતે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવા માટે કરી રહ્યા છીએ જ્યાં પ્રત્યેક કિરણ હાઇ કેપેસીટી ચેનલ તરીકે કામ કરી રહી છે. અહીં કામ ઓપ્ટિકલ ફાઇબર તરીકે થઇ રહ્યુ છે. પરંતુ  ફાઇબરની જરુર નથી હાલમાં અમે પ્રત્યેક સેક્ધડે 112 GB સુધી ટ્રાન્સફર કરી શકીએ છીએ.

આ ૩ ફૂલ લેન્થ એચડી ફિલ્મ જેટલો ડેટા છે જે ફક્ત ૧ સેક્ધડમાં ડાઉનલોડ થઇ રહ્યો છે. લાઇટ એન્ટીના અલગ અલગ એન્ગલ પર ઘણી બધી અદ્રશ્ય વેવલેન્થને રેડીએટ કરે છે. જો યુઝરનો સ્માર્ટફોન કે ટેબ્લેટ એક એન્ટિનાની સાઇટ લાઇનથી દુર થાય છે તો બીજી સાથે જોડાઇ જાય છે.

ઇન્ફ્રારેડ વેવલેન્થ તમારી આંખોમાંથી નથી જતો તેથી તે સુરક્ષિત છે. આ સિસ્ટમનું મેન્ટેનન્સ અને પાવર યુઝરની ચિંતા પણ કરવી પડશે નહીં પ્રત્યેક યુઝરને તેનુ અલગ એન્ટીના મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.