Abtak Media Google News

90 દિવસમાં જ રિજીયોનલ કાઉન્સિલ કેસનો નિવેડો લાવશે: જિલ્લા કોર્ટમાં કાઉન્સિલના નિર્ણયને પડકારવા ઉદ્યોગકારે 75 ટકા રકમ ભરવી પડશે

રાજ્યના લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોને તેમના વિલંબીત ચૂકવણાની અરજીઓનો ઝડપથી નિકાલ થાય એ માટે રાજ્યમાં પાંચ રિજીયોનલ કચેરીઓની સ્થાપના કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હોવાનું લઘુ અને મધ્યમ ઉદ્યોગના કમિશ્નર દ્વારા જણાવ્યું હતું. લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં ફસાયેલા રાજ્યની તમામ વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ ગાંધીનગર ખાતેથી કરવામાં આવતું હતું.

Advertisement

પરંતુ રાજ્યના લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોને વધુ સરળતાથી અને ઝડપથી તેમની વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ થાય તે માટે, રાજ્ય સરકાર દ્વારા પાંચ રીજીયનમાં એટલે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં રીઝનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં રેસિડેન્ટ કલેક્ટર આ રીઝનલ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે રહેશે. તેમજ આ જિલ્લાઓના જનરલ મેનેજર (જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર) તે રીઝનલ કાઉન્સિલના મેમ્બર સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે. આ રીઝનલ કાઉન્સિલનું સંચાલન જે-તે રીઝનની જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ દ્વારા કરવામાં આવશે.

આમ રીઝનલ કાઉન્સિલમાં સંબંધિત રીઝનના લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોની તેમની વિલંબીત ચૂકવણી માટેની અરજીઓનો ઝડપથી અને સરળતાથી નિકાલ થઈ શકશે. અમદાવાદ,વડોદરા,સુરત, રાજકોટ અને ભાવનગરમાં રિજ્યોનલ કાઉન્સિલની સ્થાપના કર્યા બાદ તમામ અધિકારીઓને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે એટલું જ નહીં સરકારે આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે રિજનલ કાઉન્સિલ હેઠળ આવતા જે કહેશો છે તેનું 90 દિવસના સમય મર્યાદામાં તેનું નિરાકરણ કરવાનું રહેશે. જ્યારે ઉદ્યોગકારો ને રિજનલ કાઉન્સિલના નિર્ણયને પડકારવો હોય તો તેઓએ 75 ટકા રકમ ભરી જિલ્લા કોર્ટમાં કેસ ચલાવી શકશે.

રિજ્યોનલ કાઉન્સિલ હેઠળ પડતર અરજીઓ

સમગ્ર રાજ્યમાં 14,112 અરજીઓ પડતર પડેલી છે. જેમાં રાજકોટની કુલ અરજીઓ 1946 છે.  જે પૈકી 682 અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે અને 1220 અરજીઓ હાલ પેન્ડિંગ છે. રાજકોટ ખાતે રિજયોનલ કાઉન્સિલની રચના થતા આ પડતર કેશોની યાદીમાં ઘણા ખરા અંશે ઘટાડો આવશે.

ઉદ્યોગ ક્ષેત્ર માટે સરકાર દ્વારા લેવાયું હકારાત્મક પગલું: કિશોર મોરી

જિલ્લા ઉદ્યોગ ભવનના જનરલ મેનેજર કિશોર મોરીએ જણાવ્યું હતું કે ઉદ્યોગ ક્ષેત્ર માટે સરકાર દ્વારા લેવામાં આવેલું આ પગલું આવકાર્ય છે. બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે આ તબક્કે 90 દિવસમાં નિકાલ કરવામાં આવનાર કેસોનો ભરાવો હવે મહદ અંશે ઘટી જશે, કારણકે સરકારે આ માટે 50 લાખ રૂપિયાના કેસની મર્યાદા નક્કી કરી છે. ત્યારે આ પ્રકારના કેસ કાઉન્સિલમાં લેવાશે. રાજ્યમાં જે 14,112 અરજીઓ ફસાયેલા નાણા માટે લેવામાં આવ્યા છે તેમાં 44 અરજીઓ એવી છે કે જેની કેસની રકમ 50 લાખથી વધુની છે. ગાંધીનગર ખાતે તેનો નિર્ણય અને તેનું નિવારણ લેવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.