Abtak Media Google News

’આધાર’ને આધારે અપાયેલા સિમકાર્ડ નવી વેરિફીકેશનમાં ફેલ થઇ જાય તો સિમકાર્ડ ડિસકનેકટ થઇ શકે છે

પ૦ કરોડ મોબાઇલ ફોન કનેકશન એટલે કે દેશભરમાં ફોન વાપરતા અડધા યૂજર્સને આધાર કેવાયસી સાથે જોડાયેલી નવી સમસ્યાનો સામનો કરવો પડશે આધાર વેરીફીકેશનના આધારે આપવામાં આવેલા સીમ કાર્ડ જો નવા વેરિફીકેશનમાં ફેલ થાય છે તો આ સીમ કાર્ડસને ડિસ્કનેકટ કરવામાં આવશે.

Advertisement

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ જણાવ્યું હતું કે પ્રાઇવેટ કંપનીઓ, વેરીફીકેશન માટે યુનીક આઇડી એટલે કે આધારનો ઉપયોગ હવે આધાર સાથે લીંક કરાવવાની જરુર નથી. પ્રાઇવેટ કંપનીઓ યુસર્સ પાસે તેની માંગ પણ ન કરી શકે. આ મુદ્દે સરકારમાં ઉચ્ચ સ્તરે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. કેમ કે જો મોટી સંખ્યામાં મોબાઇલ નંબરને ડિસકનેકટ કરવામાં આવે તો લોકો પર તેનો મોટો પ્રભાવ પડી શકે છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે સરકાર નવી કેવાયસી કરાવવા માટે યુજર્સનો પર્યાપ્ત સમય આપશે.

આ અંગે ટેલીકોમ સેક્રેટરી અરુણા સુદરરાજને મોબાઇલ કંપનીઓની મુલાકાત લીધી. આ મીટીંગમાં કેવાયસી થી પણ એક અન્ય વિકલ્પ અંગે વાતચીત થઇ જેમાં આ પરેશાની હલ થઇ શકે છે. ટેલીકોમ ડિપાર્ટમેન્ટ પણ આ અંગે યુનીક આઇડીટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયા સાથે આ મુદ્દે વાતચીત કરી રહી છે.

વધુમાં સુંદર રાજને જણાવ્યું કે સરકાર આ વિષે ગંભીરતાથી વિચારી રહી છે. આ અંગે ટુંક સમયમાં જ યોગ્ય હલ કાઢવામાં આવશે તેમણે કહ્યું કે સરકારએ સુનિશ્ચીત કરવા માગે છે કે ગ્રાહકોને ટ્રાજિકશન સમયે કોઇપણ પ્રકારની પરેશાની ન થાય તેમણે કહ્યું અમે એવું ઇચ્છીએ છીએ કે સલ્સક્રાઇબર્સને ઓછી તકલીફ પડી અને વેરીફીકેશનની નવી પ્રક્રિયા આસાન રહી.

આધારા નંબર વેરીફીકેશન આધારીત વધુમાં વધુ કનેકશન રિલાયન્સ જિયો દ્વારા આપવામાં આવ્યા છે. ૨૦૧૬માં મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ મુકનાર ટેલીકોમ કંપનીઓએ માત્ર બાયોમેટ્રીક રીતે જ ગ્રાહકોને સિમ કાર્ડ આવ્યા હતા. જિયો સાથે અન્ય કંપનીઓ પણ ભારતી ચેયર ટેલ, વોડાફોન ઇન્ડીયા અને બીએસએનએલે પણ માત્ર આધાર કાર્ડ ઓર્થોરીકેશનના આધારે સીમ કાર્ડ આપ્યા છે.

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ તે આધાર પર આધારીત સત્યાપન પ્રક્રિયાને પુરી રીતે ખતમ કરી દેવાય છે તો ઇ-કેવાયસી પ્રક્રિયાને લાગુ કરવામાં જે ખર્ચ થયો તે પાણીમાં જશે ઓપેરટર્સે પોતાના પત્રોમાં એ પણ જણાવ્યું કે આધાર આધારીત સત્યાપન પ્રક્રિયા ગામ અને નાનાકસ્બામાં સારી રીતે કામ કરી રહી હતી પરંતુ હવે કંપનીઓ અને ટેલીકોમ ડિપાર્ટમેન્ટ સાથે મળીને કોઇ નવો પ્લાન બનાવી રહ્યા છે. તેના માટે કંપનીઓએ તેમના કર્મચારીઓને પણ ટ્રેનીંગ આપવી પડશે જેમાં ઘણો સમય લાગશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.