Abtak Media Google News

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના જમાઇ સામે લગાવવામાં આવેલી ગંભીર કલમ અંગે હાઇકોર્ટ જસ્ટીશ પારડીવાલાનો મહત્વનો ચુકાદો

માર્ગ અકસ્માતના કેસમાં પોલીસ સામાન્ય રીતે આઇપીસી કલમ ૩૦૪ એટલે કે, સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરે છે ખરેખર અકસ્માતનો બનાવ બન્યો હોય ત્યારે વાહન ચાલકનો ઇરાદો કોઇનું મૃત્યુ નીપજાવવાનો હોતો નથી વાહન ચાલક સામે બેદરકારી અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરવી જોઇએ તેવો મહત્વનો ચુકાદો હાઇકોર્ટના જસ્ટીશ જે.બી.પારડીવાલાએ આપ્યો છે.

ગત તા.૧૮ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ અમદાવાદના બોપલ રીંગ રોડ અને રાજપથ કલબની વચ્ચેના માર્ગ અકસ્માતના બનાવમાં ૨૨ વર્ષીય હીરલ ઠુમ્મરનું મૃત્યુ નીપજ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલના જમાઇ અને વાહન ચાલક મયુર દેસાઇ સામે આઇપીસી કલમ ૩૦૪ હેઠળ સાપરાધ મનુષ્ય વધ અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

આઇપીસી કલમ ૩૦૪માં દસ વર્ષની સજાની જોગવાઇ હોવાથી મયુર દેસાઇ સામે લગાવવામાં આવેલી આઇપીસીની કલમ ૩૦૪ અંગે સેશન્સ કોર્ટમાં આઇપીસી ૩૦૪ મુજબ ગુનો બનતો ન હોવાની રજૂઆત કરતી અરજી કરી હતી તે અરજી સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવતા સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ હાઇકોર્ટમાં દાખલ કરી ગુનો ૩૦૪ મુજબ ન હોવાનું જણાવ્યું હતું.

મયુર દેસાઇ દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી અપીલમાં ૩૦૪ સાપરાધ મનુષ્ય વધની કલમ ન લગાડી શકયા અને તેની સામે હાઇસ્પીડ અને બેદરકારી અંગેનો ગુનો નોંધી શકાય, અકસ્માતની ઘટનામાં વાહનમાં બે જ વ્યક્તિ હતા તે પૈકી એકનું મોત નીપજ્યું છે ત્યારે વાહન કોણ ચલાવતું હતું તે કહેવું મુશ્કેલ છે. મયુર દેસાઇ ૮૬ કીમીની ઝડપે નહી પણ ૬૦ કીમીની ઝડપે કાર ચલાવતા હોવાનું જણાવ્યું હતું.

વાહન સ્લો કે હાઇસ્પ્રીડે વાહન ચલાતું હોય તો પણ અકસ્માત થઇ શકે છે વાહન કંઇ રીતે ચલાવે છે તેના પરથી ગુનાની ગંભીરતા ગણવી જોઇએ તેમ ઠરાવી મયુર દેસાઇ સામે લગાવવામાં આવેલી ૩૦૪ની કલમ હટાવી અન્ય કલમ હેઠળ કાર્યવાહી કરવાનો મહત્વનો ચુકાડો હાઇકોર્ટ જસ્ટીશ પારડીવાલાએ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.