Abtak Media Google News

દોઢ લાખનું નુકશાન: પાલીકાના  ફાયર  ફાયટરની  સફળ કામગીરી

ગોંડલ માર્કેટીંગયાર્ડ માં કપાસ ના ગ્રાઉન્ડ માં વેપારીએ ખરીદી કરેલ કપાસ માં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ગોંડલ માર્કેટયાર્ડ ના પાણી ના ટ્રેક્ટરો, અને  નગરપાલિકા ના 2 ફાયર ફાઈટરો એ સતત એક કલાક પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ  માર્કેટયાર્ડ માં આજે સવાર થી જ કપાસ ની આવક જોવા મળી હતી જેમાં કપાસ ના ગ્રાઉન્ડ માં પડેલ એમ.જે.ટ્રેડિંગ ના જીતેન્દ્રભાઈ એ 500 મણ કપાસ ની ખરીદી કરેલ હતી જેમાં અગમ્ય કારણોસર આગ લાગતા  નગર પાલિકાના 2 ફાયર અને માર્કેટયાર્ડ ના પાણી ના ટ્રેક્ટરો અને કર્મચારીઓ દોડી સતત 1 કલાક સુધી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

500 મણ કપાસ માં આગ લાગી હતી જેમાં આશરે દોઢ લાખ નું નુકશાન થયું હોવાનું જીતેન્દ્રભાઈ એ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.