Abtak Media Google News

માંગ નહિ ઉકેલાય તો આંદોલનની ચીમકી

અબતક, કીરીટ રાણપરીયા ઉપલેટા

ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઇ ઘેરવડા અખબારી યાદીમાં જણાવે છે કે એક તરફ મોંધવારીનો અજગર ભરડો લીધેલ છે. કોરોનાની મહામારીથી વેપારીછેલ્લા બે વર્ષથી ધંધા રોજગાર મંદા છે અને હાલ પણ મંદીમાંથી વેપાર પસાર થઇ રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં સરકારે ચાલુ નાણાકીંય વર્ષમાં વ્યવસાય વેરા સ્લેબમાં પાંચ ગણો વધારો લાદી દેવામાં આવતા વડાપ્રધાનની વન નેશન વન ટેકસની વાતને લઇને વ્યવસાય વેરો નાબુદ કરવા ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ તથા સૌરાષ્ટ્ર-કચ્છની તમામ ચેમ્બર્સ ઓફ કોમર્સને અપીલ કરે છે.

મુખ્યમંત્રીને આ અંગે લેખીતમાં રજુઆત કરવામાં આવે. સરકાર ગણ નાણાંકીય વર્ષ સુધી વેપારીઓને તેમના વેપારની આવક મુજબ વ્યવસાય વેરો વસુલવામાં આવતો હતો જે વ્યવસાય વેરામાં ચાલુ નાણાકીય વર્ષથી જે નાના વેપારીઓ રૂ. પ00 થી 1250 વ્યવસાય વેરો ભરતાં હતા. તેવા વેપારીઓ માટે એક સરખા સ્લેબ ઠોકી બેસાડી 500 ટકાનો વધારો કરી નાખવામાં આવતા નાના વેપારીઓમાં ભારે વિરોધ છે.

જી.એસ.ટી. દાખલ કરતી વખતે સરકારે વન નેશન વન ટેકસની વાત કરેલ હતી તે મુજબ વ્યવસાય વેરો સદંતર નાબુદ કરવામા આવે, ખાસ તો આ વેરો મોરબી હોનારત વખતે બાબુભાઇ જશુભાઇ પટેલે મોરબી હોનારતને રાહત માટે વેપાર ઉપર નાંખેલ હતો. આ ઘટનાને વર્ષો થઇ ગયા છતાં તે વ્યવસાય વેરો ચાલુ છે. આ બાબતે સરકાર દ્વારા તાત્કાલીક નિર્ણય કરવામાં નહી આવે તો ઉપલેટા ચેમ્બર્સ ઓફ સૌરાષ્ટ્ર-કચ્છની તમામ ચેમ્બર્સ ઓફ કોમર્સને સાથે રાખી ગાંધી ચીંઘ્યા માર્ગે આંદોલન કરી આવનારી ચુંટણીમાં આ સવાલના ઘેરા પ્રત્યાઘાત પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.