Abtak Media Google News

શ્રાવણે શિવ પુજીએ

કામનાથ ધામમાં ભાદરવી અમાસના બે દિવસીય મેળાની રંગત માણવા ઉમટશે હજ્જારો ભાવિકો

સોરઠને શિવ ભૂમિ કહેવાય છે. જૂનાગઢના માંગરોળ નજીકના કામનાથ મહાદેવનું મંદિર 5000 વર્ષ જુનું હોવાનું માનવામાં આવે છે. કામનાથ મહાદેવ અંદાજે 5000 વર્ષ જુનુ પૌરાણીક મંદીર છે જેનો ઇલ્લેખ પદ્મ પુરાણમા પણ હોવાનું મનાય રહ્યુ છે જયા ભગવાન શ્રી કિષ્નાએ રાતવાશો કર્યાનો પણ ઉલ્લેખ છે.* પ્રવિત્ર શ્રાવણ માસ માં અનેક વિધ શિવ મંદીરો આવેલ હોય છે જે  પ્રાચિન ઈતિહાસના મહીમા  સાથે જોડાયેલા હોય છે આવોજ એક મહીમા છે માંગરોળ ની નોળી નદી કાંઠે સ્વયમભુ પ્રગટ થયેલ કામનાથ મહાદેવ.

કુદરત ની ખોળે ખુંદતી પ્રકૃતિની લીલી વનરાયો પંખીના ટહુકારા  માંગરોળ તાલુકા અનેક વિધ ગામડા માંથી પસાર થતી નોળી નદી જયા બિરાજમાન છે સાક્ષાત કામનાથ મહાદેવ લોકમુખે ચર્ચાતા કામનાથ મહાદેવનો ઈતિહાસ છે.

કોટડા નામક કંકાવટી નગરીમાં  કનકસિંહ નામના રાજા રાજ કરતા હતા. એક દિવસની વાત છે કે ગાય ચરતી ચરતી એક રાફડા પાસે ઉભી રહી ગય અને ગાયના આંચળ માંથી દુઘ આપો આપ જરવા લાગ્યુ ગાયનું દુધ સંપુર્ણ રાફડા ઉપર જરી ગયુ આ ધટના એક દિવસ બે દિવસ ચાલી આમ સાત દિવસ વિત્યા ગાયને ગોવાળ જ્યા દોહવા જાય ત્યારે આ દ્રષ્ય જોય શંકા લાગી તેને તરત જ કંકાવટી નગરી મા જય રાજા કનકસિંહ ને વાત કરી કે આપણી ગાય નું દુધ કાતો કોઈ દોહી લેય છે કાતો કોક વાછનડો ધાવી લેતો હોય આ વાત સાંભળી રાજા કનકસિંહ તરત જ ગાય નું રખોપુ કરવા રાજ સૈનિકો ને લગાડેલ ગાય રોજે જેમ ચરવા જતી તેમ નિકળી ગય રાજ સૈનિકો તેની પાછળ પાછળ છુપાંતા રખોપુ કરેલ જયા સાંજની વેળા થય ને ગાય રાફડા ની માથે ઉભી રાજ સૈનિકો આ જોય અંજપા મા પડી ગયા તરત જ ગાયના આંચળ માંથી દુધ જરવા લાગ્યુ સૈનિકો ચોકી ઉઠ્યા દોડી ને કંકાવટી નગરી ના રાજાને વાત કરતા રાજા સવારના સમયે પૌતાના સેવકો નગરવાસીઓ ની સાથે તે રાફડા પાસે આવેલ અને રાફડો તોડવા માટે જેવો ત્રિકમનો ધા મારીયો ત્યા કાળતરો પોતાની ફેણ ઉભી કરી ને રાફડા માંથી બહાર નિકળેલ સાથો સાથ શીવલીંગ નિકળેલ ત્યાર થી કનકસિંહ રાજા આ શિવલીંગ સાસ્ત્રોકત વિઘિવધ પુજા કરી ને સ્થાપીત કરેલ અને નામ આપ્યુ કામનાથ મહાદેવ ભક્ત જનો કોઈ કામનાથ મહાદેવ તરીકે પુજે છે તો કોઈ કામેશ્ર્વર મહાદેવ તરીકે કામનાથ મહાદેવ મંદીરના મહંત  ઈશ્ર્વરભારથી દુર્લભભારથી ના જણાવ્યા મુજબ આ મંદીર 5000 વર્ષ જુનુ અને પૌરાણીક છે તેમજ આ મંદીર નો ઉલ્લેખ પદ્મપુરાણ માંપણ હોય તથા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ભાલકા જતા હતા ત્યારે કામનાથ મંદીર ના સાનિધ્યમાં રાત વાસો કરેલ આ ઉપરાંત આ મંદીરની પાસે નોળી નદી વહે છે જ્યારે આ નદીમાં પુર આવે ત્યારે પાણી કામનાથ મહાદેવની શિવલીંગ જલાઅભેષ્ક કરવા માટે આવે છે જ્યારે અહીયા પૌરાણીક પીપળ નું ઘટાદાર ઝાડ આવેલ છે જે 1000 વર્ષ જુનુ હોય તેવુ લોકમુખે ચર્ચાય રહ્યુ જ્યા બાજુમા કુડ આવેલો છે જ્યા ભાદરવી અમાસ ને દિવસે અહીયા મોટો મેળો ભરાય છે અને લોકો પોતાના ગુજરી ગયેલ  સ્વજનો ની મોક્ષગતી માટે પીપળે પાણી રેડવા પણ મોટી માત્રામા આજુબાજુ ગાંમડાના લોકો ઉમટી પડે છે.

અમાસના રોજ કામનાથ મહાદેવના મંદિરે આવનારી તારીખ 13/ 9 /23 તેમજ 14/ 9 /અને 15/ 9/ મંગળ બુધ ગુરુ વારના રોજ ત્યાં મેળો ભરાય છે. જે મેળામાં તારીખ 13/ 9 /23 ના રોજ પિતૃઓના મોક્ષ અર્થે  પાણી રેડવામાં આવે છે સાથે બે દિવસ નો ભરચક મેળો જેમાં માંગરોળ સહિત આજુબાજુના વિસ્તારો સહિત અનેક જગ્યાએથી લોકો આ મેળા નો લાભ લેવા લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છેઅને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.