Abtak Media Google News

ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા(ઓઢાના)ગામે પાનાળી નદીના કિનારે દુધેશ્વર મહાદેવનું દિવ્યમંદિર આવેલ છે.

આ મંદિરના શિવલીંગનો ઇતિહાસ પૌરાણીક છે જુના શીવલીંગની સ્થાપના ગામધણી રાજવી દરબાર ઓઢાવાળા બાપુના સમયમાં કરવામા આવેલ હતી ઓઢાવાળા બાપુના કુવર વહતાવાળા બાપુ ભગવાન શિવના પરમ ભક્ત હતા વહતાવાળા બાપુને જન્મથી જ માથાના ભાગે શીવલીંગ સ્વરૂપની આકૃતિ હતી. સમઢીયાળાની ગાદી ઉપર વહતાવાળા બાપુ બીરાજતા હતા અને કોઇ કારણોસર વહતવાળાબાપુને ગામની બહાર જવાનુ થયુ હોય અને થોડુ લાંબુ રોકાણ હોય જેનો લાભ લઇ ગામધણીની ગેરહાજરીમા ગામને લુટવા માટે લુટારાઓ આક્રમણ કરે છે જેવા લુટારાઓ ગામને લુટવા ગામના પાદરમાં પહોંચે છે

ત્યારે ભગવાન શીવને પોતાના અનન્ય ભક્ત વહતાવાળાનું ગામ લુટાય તે મંજુર ન હતુ શીવલીંગમાંથી સ્વયંભુ દુધની ધારાઓ વહેવા લાગી અને હજારો ભમરોના ઝુંડ લુટારાઓ ઉપર ઘસવા લાગ્યા આ ઘટના થી ગભરાઇ લુટારાઓ ગામ લુટ્યા વગર ભાગી ગયા અને આ ઘટના બાદ આ મહાદેવ દુધરેશ્વર મહાદેવના નામે ઓળખાયા ભક્તો શ્રાવણ માસે અનન્ય ભાવથી ભગવાન શીવની પુજા આરાધનાકરી ધનયતા અનુભવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.