Abtak Media Google News

પિતરાઈ ભાઈ બહેનના મોતથી નાના એવા શેખપુર ગામમાં અરેરાટી

માંગરોળ તાલુકાના શેખપુર ગામમાં ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં ભારે પવન ફૂંકાતાં  બાળકી કેનાલમાં ખાબકી હતી, જેને બચાવવા માટે તેનો પિતરાઈ ભાઈ પણ કેનાલમાં કૂદી પડ્યો હતો.  બંનેનાં મોત નિપજ્યા છે. વધુ વિગત મુજબ માંગરોળ તાલુકાના શેખપુર ગામે વાડી વિસ્તારમાં  રહેતા  ફારુકભાઈ ખેબર નામના યુવકની  6 વર્ષીય પુત્તી કૌસર  ખેબર અને તેનો પિતરાઈ ભાઈ અરશદ ઈલ્યાસ ખેબર (ઉંમર 8)  શાળાએ રમવા માટે ગયાં હતાં.ત્યારે  શાળા પાસે જ કેનાલ પાસે ઊભાં હતાં ત્યારે ભારે પવન ફૂંકાતાં કૌસર  ખેબર નામની  બાળકી કેનાલમાં ખાબકી હતી. તેને બચાવવા   પિતરાઈ ભાઈ અરશદ ઈલ્યાસ ખેબર કેનાલમાં કૂદી પડ્યો હતો. બંને ડુબવા લાગતા આસપાસ ભાળી વિસ્તારમાં રહેતા બાળકો દોડી આવ્યા હતા અને બંનેને મહા મહેનતે બહાર કાઢી બેભાન હાલતમાં માંગરોળની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જે બંનેને તબીબી મૃત જાહેર કરતા પરિવારમાં માતમ સવાયો હતો. અને નાના એવા ગામમાં શોકનું મોજુ ફેલાવ્યું હતું આ બનાવની જાણ માંગરોળ પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જાય બંને મૂતકોનું પી.એમ કરાવી   પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર: ગુંદાખડા ગામે વાવાઝોડાના કારણે દીવાલ પડતા તરુણી ઘાયલ

ગુજરાતમાં દરિયા કિનારે તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ત્યારે વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે ભારે ગતિએ ફુકાતા પવનના કારણે દીવાલ પડતા એક સગીરાને ઇજા થઇ હતી જેના કારણે તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા સુમીબેન કરસનભાઈ ધોરિયા (ઉ.વ.13) નામની કિશોરી પોતાની વાડીએ સૂતા હતા ત્યારે વાવાઝોડાની અસરના હિસાબે ભારે ગતિએ પવન ફુંકાતા મકાનની દીવાલ ધસી પડી હતી. જેના કારણે માસુમ તરુણી દીવાલ નીચે દટાતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.