Abtak Media Google News

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરના કદ આપવાના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે ઘરેલું ઉત્પાદન વધારવાની આવશ્યકતા પર ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે નવા ઉદ્યોગોને પ્રોત્સાહન માટે સ્ટાર્ટઅપની યોજના અસરકારક રીતે આગળ વધી રહી છે. સરકારે સમગ્ર દેશમાં 50,000થી વધુ સ્ટાર્ટઅપોને મંજૂરીની સરળતાથી લઈ સહાય અને લોન સહિતની સુવિધાઓ માટે સાનુકુળ વાતાવરણ ઉભુ કરતા 10,000થી વધુ નવા સાહસોને છેલ્લા 6 મહિનામાં જ મંજૂરી મળી જવા પામી છે.

Advertisement

ધંધા-ઉદ્યોગ અને આંતરિક વેપારને પ્રોેત્સાહન આપવાની કાર્યવાહી સાથે જોડાયેલા વિવિધ વિભાગો દ્વારા સ્ટાર્ટઅપ માટેના નિયમો અને સરળ પ્રક્રિયાનું વાતાવરણ ઉભુ કરીને આર્થિક અને આંતર માળખાકીય સુવિધા જલ્દીથી મળી રહે તેવી વ્યવસ્થાએ સ્ટાર્ટઅપને ભારે વેગ આપ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટરલ ટ્રેડ (ડીપીઆઆઈટી) વિભાગે 80 ટકા જેટલી મંજૂરીનું ભારણ ઘટાડવાથી લઈ પેટર્નનું રજીસ્ટ્રેશન, કર રાહત અને 90 દિવસમાં જ અરજદારને નવા ઉદ્યોગની મંજૂરી સુધીની વ્યવસ્થા ઉભી કરતા દેશમાં 50,000 જેટલા નવા ઉદ્યોગની સ્થાપનાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.

કોવિડ-19 મહામારીમાં મંદીના માહોલ વિશ્ર્વ આખુ મંદી-મંદી કરતું હતુ ત્યારે ભારતમાં આરોગ્ય, જીવન જરૂરી સંશાધનો, શિક્ષણ, વ્યવસાયીક સેવાઓ, કૃષિ,ઔષધ અને ખાદ્ય પ્રોસેસીંગ ઉદ્યોગોમાં ભારે ઉજળા સંજોગોમાં સ્ટાર્ટઅપ શરૂ થયા છે. સૌથી વધુ આઈટી ક્ષેત્રમાં 6682, આરોગ્ય અને જીવન સેવાઓમાં 4373, શિક્ષણમાં 3400, વ્યવસાયીક સેવાઓમાં 2337, કૃષિમાં 2138, બેવરેજીસમાં 2137 નવા સ્ટાર્ટઅપની અરજી ઉભી થઈ છે. નવા સ્ટાર્ટઅપમાં 1.5 લાખથી લઈને 42000ની મર્યાદાવાળી ભાગીદારી પેઢીઓમાં પણ નિવેષ થઈ રહ્યાં છે. સમગ્ર દેશમાં 623 જિલ્લાઓમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, નવીદિલ્હી, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં નવા ઉદ્યોગોની સ્થાપનાનો એક માહોલ ઉભો થયો છે. 50,000 જેટલા સ્ટાર્ટઅપમાં કુલ 5,49,842 નવી નોકરીઓની તકો ઉભી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.