Abtak Media Google News

રાજકોટની 2 ઈંક્યુબેટર  સંસ્થા મારફતે ૬૦થી વધુ પ્રોજેક્ટો હાલ કાર્યરત

અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્યનું યોગદાન સ્ટાર્ટઅપમાં  વધુ

ભારતીય સ્ટાર્ટઅપમાં  વિદેશી રોકાણકારોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે

કોઈ પણ દેશની અર્થ વ્યવસ્થાને બેઠી કરવા અથવા તો મજબૂત બનાવવા માટે ઉદ્યોગો મહત્વ પણ કડી સાબિત થતા હોય છે ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા ભારતમાં સ્ટાર્ટઅપ ને વધુ પ્રોત્સાહન મળે તે હેતુસર અનેકવિધ પ્રકારે યોજનાઓ પણ બનાવવામાં આવી અને તેની સુચારુ રૂપથી અમલવારી થાય તે હેતુસર ઔદ્યોગિક નીતિમાં પણ અનેક અંશે ફેરબદલ કરવામાં આવ્યા છે. સામે વાસ્તવિકતા એ પણ છે કે કોઈ પણ દેશની જો આર્થિક સ્થિતિને વધુ વિકસિત કરવી હોય તો સ્ટાર્ટઅપ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને સાથોસાથ રોજગારીની પણ વિપુલ તકો ઉદભવીત કરે છે. સ્ટાર્ટઅપનું મહત્વ વધવાનું સૌથી મોટું કારણ એ પણ છે કે હાલ ભારતમાં ડિજિટલ ક્રાંતિ દિનપ્રતિદિન સર્જાઇ રહી છે અને દરેક ક્ષેત્રે ઉદ્યોગકારો ડિજિટલ ને વધુ ને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે જો આ સ્થિતિ નિર્માણ થાય તો રોજગારી પૂરતી માત્રામાં લોકોને મળતી રહેશે સાથોસાથ ઉદ્યોગ સાહસિકો નો પણ વ્યાપ વધશે.

Advertisement

દરેક રાજ્યોમાં સ્ટાર્ટઅપને  લઈ અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવે છે ત્યારે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં ચાર્ટ નું મહત્વ ખૂબજ અનેરૂ જોવા મળે છે. ભારતમાં નવા ઉદ્યોગ સાહસિક લોકો પણ પોતાના નવીનતમ પ્રોજેક્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પ્રસ્થાપિત કરી રહ્યા છે સામે તેઓને તેનું વળતર પણ ખૂબ મોટા પ્રમાણમાં મળતું હોય છે. રાજકોટ ના બે ઈંક્યુબેટર સંસ્થા મારફતે કુલ ૬૦થી વધુ પ્રોજેક્ટ હાલ કાર્યરત છે જેમાં મુખ્ય હેતુ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ,  ઇનોવેશન અને એન્ટ્રપ્રિન્યરશિપ અને વિકસિત કરવાનો છે. એટલું જ નહીં સંસ્થામાં એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવે છે કે માતમ પ્રોજેક્ટ નવી ટેકનોલોજીના આવિષ્કાર માટે બનાવવામાં આવે અથવા તો જૂની ટેકનોલોજીમાં ઇનોવેશન કરવામાં આવે.

પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે દરેક પ્રોજેક્ટને સ્ટાર્ટઅપમાં  આવરી શકાય નહીં. જે માટે નિર્ધારીત થયેલી નોડલ સંસ્થા દ્વારા સર્વ પ્રથમ પ્રોજેક્ટ અંગેના ઇનોવેટિવ આઇડિયાની  નોડલ સંસ્થા દ્વારા તેને માન્યતા મળે તે પણ એટલું જ જરૂરી છે. બીજી તરફ ભારત દેશમાં હાલ દરેક ક્ષેત્ર વિકસિત થઇ રહ્યા છે ત્યારે જે કોઈ નવા ઉદ્યોગ સાહસિક લોકો આ ક્ષેત્રમાં આવવા ઈચ્છતા હોય તેઓ પોતાનો સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આ પ્રોજેક્ટ ની ગંભીરતાને ધ્યાને લઇ દરેક ક્ષેત્રે ઉદ્યોગસાહસિક લોકોને વધુ પ્રોત્સાહિત કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે અને તેઓને મહત્તમ લાભ મળી રહે તે હેતુને પણ સાર્થક કરવા માટેના અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખેતી, આઇટી સહિતના અનેક ક્ષેત્રે અનેક પ્રકારે ક્રાંતિ જોવા મળી રહી છે ત્યારે આ વિષયને જો કોઈ નવા ઉદ્યોગ સાહસિક તેમના નવીનતમ પ્રોજેક્ટ સાથે આવરી લ્યે તો તેમને અને દેશને ખૂબ મોટી સફળતા અંકે થઇ શકે છે.

માત્ર એટલું જ નહીં સરકારની સાથોસાથ સ્થાનિક સંસ્થાઓ પણ એટલું જ ગંભીરતાથી આ વિષયને અમલી બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યું છે સરકારના નીતી નિયમો મુજબ દરેક ઈંક્યુબેટર સંસ્થાએ પ્રશિક્ષણ લેતા ઉદ્યોગસાહસિકો માટે એક અલગ જ વ્યવસ્થા ઉભી કરવાની હોય છે અને તેના માટેનો ફુલટાઇમ સ્ટાફ પણ રાખવો પડે છે જેથી કોઈપણ સમયે જ્યારે જે વ્યક્તિને કોઈ પ્રકારની તકલીફ પડે તો ત્યાં ઉપસ્થિત ફેકલ્ટી તેમનું નિરાકરણ કરી શકે. તું નહિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉદ્યોગ સાહસિકોને સીડ સપોર્ટ પેટે ૩૦ લાખની સહાય પણ કરતું હોય છે જેના ઉપયોગથી ઉદ્યોગસાહસિકો માર્કેટ રિસર્ચ, ટેસ્ટિંગ, માર્કેટિંગ અને પબ્લિસિટી કરી શકે છે જેનો લાભ તેમના ઉદ્યોગને વિકસિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

સરકારની યોજના હેઠળ સરકાર જે ઉદ્યોગસાહસિકો ચાર અટક સાથે સંકળાયેલા હોય તેઓને એ જ ૧ ટકાથી લઈને ૯ ટકા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી પણ મળવાપાત્ર રહેશે. જ્યારે સૌરાષ્ટ્રની સાથે રાજકોટમાં પણ મહત્તમ ઇનોવેટિવ પ્રોજેક્ટ અમલી બને તે દિશામાં સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે અને મહત્તમ લોકોને પ્રોત્સાહિત કરવા માટે પણ અનેક અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.