Abtak Media Google News

દેશમાં 1 જૂન, 2021થી હેલ્મેટ સંબંધિત એક નવો નિયમ અમલમાં આવ્યો છે. આ અંતર્ગત આખા દેશમાં ISI માર્ક વિના હેલ્મેટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ISI સ્ટાન્ડર્ડવાળો હેલ્મેટને ટુ વ્હીલર વાહનચાલકો માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. આ હેલ્મેટ BIS (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) પ્રમાણિત હોવું જોઈએ. જો BIS અમાન્ય હેલ્મેટનો ઉપયોગ કરીને ટુ-વ્હીલર ડ્રાઇવ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

વાહન વ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 26 નવેમ્બર, 2020ના રોજ જાહેર કરાયેલા ‘હેલ્મેટ ગુણવત્તાયુક્ત નિયંત્રણ ઓર્ડર મુજબ જણાવાયું હતું કે, ‘હેલ્મેટનો ઉપયોગ તમામ ટુ-વ્હીલર વાહનચાલકો માટે ફરજીયાત કરવામાં આવશે.’ BIS મુજબ 1 જૂન, 2021થી ISI માર્ક વારો હેલ્મેટ ફરજિયાત રહેશે.

Isi Marko

આ નિયમમાં ખાસ વાત એ છે કે, ‘માત્ર ISI માર્ક વગરનો હેલ્મેટનો ઉપયોગ કરનારા સામે જ ફક્ત કાર્યવાહી નહિ થાય, પરંતુ જે કંપની દ્વારા તે બનાવામાં આવ્યો હશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ISI માર્ક વિના હેલ્મેટનું ઉત્પાદન, સ્ટોર, વેચાણ અથવા આયાત કરનાર કોઈપણ વ્યક્તિને એક વર્ષ સુધીની સજા અથવા પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે.’

ISI માર્ક વિના હેલ્મેટ પર પ્રતિબંધ મૂકવાનો ઉદ્દેશ્ય સામાન્ય રીતે રસ્તા પર ઊભીને વેચવામાં આવતા નકલી હેલ્મેટનું વેચાણ રોકવાનું છે. નબળી ગુણવત્તાવાળા હેલ્મેટ્સ વાહનચાલાકને ઓછું રક્ષણ આપે છે. આ સાથે અકસ્માત થવાથી ડ્રાઇવર અથવા સવારી લેનારા વ્યક્તિને માથામાં ગંભીર ઇજા થઈ શકે છે. તેથી આ બધાથી બચવા માટે ISI માર્ક વારા હેલ્મેટ્સનું વેચાણ ફરજીયાત કરી નાખ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.