Abtak Media Google News

ચૂંટણી તંત્ર દ્વારા 75 ઇવીએમ સજ્જ : દરેક બુથ ઉપર 5 લોકોને સોંપાશે ફરજ : સંવેદનશીલ મતદાન મથકો, રિસીવિંગ સેન્ટર, ડીસ્પેચિંગ સેન્ટર તેમજ મતગણતરી સ્થળ અંગે આગામી દિવસોમાં લેવાશે નિર્ણય

વોર્ડ નં.15ની બે બેઠકમાં 50,924 મતદારો નોંધાયા છે. જે તમામ 46 બુથ ઉપર મતદાન કરી શકશે. આ માટે ચૂંટણી તંત્ર દ્વારા 75 ઇવીએમ સજ્જ કરવામાં આવ્યા છે. બીજી તરફ દરેક બુથ ઉપર 5 લોકોને ફરજ સોપાશે.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 15માં બે કોર્પોરેટરે પદ ગુમાવ્યા બાદ પદ ખાલી જ હતા પણ રાજ્ય ચૂંટણીપંચે પાલિકાઓમાં ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી કરવા માટે જાહેરાત કરતા આખરે મનપાની બે બેઠક પણ આવરી લેવાશે.હાલ રાજકોટ મનપાના જે પદાધિકારીઓ છે તેમની અઢી વર્ષની મુદત પૂર્ણ થઈ રહી છે. સપ્ટેમ્બરમાં નવા પદાધિકારીઓની વરણી કરવાની રહેશે જોકે તે પહેલા જ ચૂંટણી જાહેર થઈ જતા દરેક પાલિકામાં નવા પદાધિકારીઓની પસંદગીમાં પેટાચૂંટણીમાં નવનિયુક્ત કોર્પોરેટરને પણ સમાવવાની તક જે તે પાલિકાને મળી રહેશે.

બીજી તરફ આજે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઇવીએમની એફએલસીની પ્રક્રિયા કરી દેવામાં આવી છે. 75 ઇવીએમ મશીનો ઉપયોગમાં લેવામાં આવનાર છે. વોર્ડ નં.15ની બે બેઠકો માટે 46 બુથ ઉભા કરવામાં આવશે. અગાઉ બુથની સંખ્યા 45 હતી. જેમાં એક બુથ ઉમેરવામાં આવ્યું છે.

વધુમાં જણાવાયું છે કે ચૂંટણીના રીટર્નિંગ ઓફિસર તરીકે સિટી-1 પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી ફરજ બજાવશે. જ્યારે આસિસ્ટન્ટ રીટર્નિંગ ઓફિસર તરીકે પૂર્વ મામલતદાર રુદ્ર ગઢવી ફરજ બજાવશે. વધુમાં દરેક બુથ ઉપર પાંચ-પાંચ લોકોને ફરજ સોંપવામાં આવશે. આ માટેના સ્ટાફના ઓર્ડર આગામી દિવસોમાં કરવામાં આવશે.

આ ઉપરાંત કેટકા બુથ સંવેદનશીલ છે, રિસીવિંગ સેન્ટર અને ડીસ્પેચિંગ સેન્ટર તેમજ કાઉન્ટિંગ સેન્ટર કયું રાખવું તે અંગે આગામી દિવસોમાં બેઠક યોજીને નિર્ણય લેવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે આ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય અને તમામ નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.

17મીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે  22મી સુધીમાં ફોર્મ ભરી શકાશે

ચૂંટણીપંચે જાહેર કરેલા આયોજન મુજબ 17મી સુધીમાં જાહેરનામું બહાર પાડવાનું રહેશે. 22-7 સુધીમાં ફોર્મ ભરી શકાશે. 23મીએ ફોર્મ ચકાસણી અને 25મી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 6 ઓગસ્ટ રવિવારે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન અને 8મીએ મતગણતરી કરીને પરિણામ આપી દેવાશે. એક મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.