Abtak Media Google News

દરેક સ્ત્રીને 45 વર્ષ પછી સતાવતું મોનોપોઝ

સ્ત્રીબીજ બનવાની ક્રિયા બંધ થાય તેની સાથે સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવ આવતો બંધ થાય એટલે મોનોપોઝ

45થી 50 વર્ષ ની ઉમરમાં દરેક સ્ત્રીને માસિક બંધ થાય છે તથા પ્રજનનના અંગો સંકોચાય છે આ સમયને મેનોપોઝ નો સમય કહે છે.

Advertisement

45 થી 50 વર્ષના ગાળામાં એટલે કે મેનોપોઝના સમયમાં ઓવ્યુલોશન – એટલે કે સ્ત્રીબીજ બનવાની ક્રિયા બંધ થાય છે તેની સાથે સ્ત્રીઓમાંમાસિક સ્ત્રાવ આવતો બંધ થાય છે.

આ સમય દરમિયાન માસિકની અનિયમિતતા થઇ જાય છે જેમ કે ઘણી સ્ત્રીઓને દર મહિને રક્તસ્ત્રાવ આવવાની જગ્યાએ બે મહિને ત્રણ મહિને આવે છે કે દર પંદર દિવસે પણ માસિક આવે છે. શરીરમાં હોર્મોન્સ નું પ્રમાણ વધ-ઘટ થવાને કારણે આવી અનિયમિતતા રહે છે. છ મહિના જેવી અનિયમિતતા પછી સંપૂર્ણ માસિક બંધ થાય છે. જો વધારે તકલીફ લાગે તો ગાયનેકોલોજિસ્ટ ની જરૂર સલાહ લેવી જોઈએ.

45 થી 50 વર્ષના સમયગાળામાં એટલે કે મેનોપોઝના સમય દરમિયાન શરીરમાં આવતા ફેરફાર વિષે દરેક સ્ત્રીએ તથા તેની સાથે રહેતા પરિવારજનોને પણ જાણકારી મેળવવી જરૂરી છે.

મેનોપોઝ દરમિયાન જો વધારે પડતી માસિકની અનિયમિતતા રહે કે હોટ ફ્લશ દિવસમાં તથા રાત્રે 8 થી 10 વાર આવે ડિપ્રેશન અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મેનોપોઝની તકલીફ વધારે હોય તો ઓછી માત્રામાં ઈસ્ટ્રોજનની આપવામાં આવે છે.

મોનોપોઝ એ સ્ત્રીઓ માટે એક એવો સમયગાળો છે જયારે બાળકો પોતાની રીતે આગળ વધી રહ્યા હોય છે. હોર્મોન્સનું લેવલ ઘટવાના કારણે મેન્ટલી અપસેટ રહે છે આ સમયમાં તેને પતિ, બાળકો તરફથી સપોર્ટ આપવો જરૂરી બને છે તેની જરૂરી ટ્રીટમેન્ટ તથા સહાનુભૂતિ ખુબ ફાયદાકારક છે.

મોનોપોઝ આવે ત્યારે શારીરિક ફેરફાર ગર્ભાશય યોનિમાર્ગ સંકોચાય છે

છાતીનો ભાગ (બ્રેસ્ટ) પણ સંકોચાય છે.સ્વભાવમાં ફેરફાર થાય છે ઘણી સ્ત્રીઓને મેનોપોઝના સમય દરમિયાન ખુબ ગુસ્સો આવે છે તો ઘણા ને ડિપ્રેશન પણ આવતું હોય છે. ઇસ્ટ્રોજનનું પ્રમાણ શરીરમાં ઓછું થઇ જવાથી યોનિમાર્ગ સૂકોથઇ ગયો હોય તેવું લાગે છે સેક્સ કરવાની ઈચ્છા ઘટી જાય છે.  શરીરમાં ગરમી લાગે છે મોઢા તથા ગળાના ભાગમાં લાલાશ થઇ જાય છે તથા થોડા સમય પછી ખુબ જ પરસેવો થઇ જાય છે દિવસ દરમિયાન તથા રાત્રે પણ આવા હોટ ફ્લશ આવે છે. જેના કારણે ઊંઘ ડિસ્ટર્બ થઇ જાય છે જો વધારે પડતા હોટ ફ્લશ આવે તો સારવાર જરૂરી છે. ડોક્ટરની સલાહ લઇ ટ્રીટમેન્ટ લેવી જોઈએ. ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જવાના લીધે હાડકા પોચા પડી જવાની શક્યતા રહે છે. તેથી હાડકાનું ફ્રેક્ચર થવાથી , કમ્મરના દુખાવાની તકલીફ ઘણી સ્ત્રીઓને થાય છે. ઘણી સ્ત્રીઓને મેનોપોઝના સમય દરમિયાન વજન વધી જવાની, અતિશય ભૂખ લાગવાની, પેટ ફૂલી જવું વગેરે તકલીફો પણ રહે છે.

મોનોપોઝ સમયની તકલીફ ઘટાડવા શું કરશો?

દરેક સ્ત્રીઓને આ સમય દરમિયાન નાની-મોટી તકલીફ રહેતી હોય છે તેમાંથી બહાર આવવા સકારાત્મક વિચાર રેગ્યુલર કસરત અને ચોક્કસ ડાઇટ ખુબ જરૂરી છે. અઠવાડિયામાં છ દિવસ ચાલવાની કે અનુકૂળઆવે તેવી કસરત કરવાથી મેનોપોઝની તકલીફમાં રાહત રહે છે. ખોરાકમાં તળેલો, મરચાવાળો ખોરાક ઓછો લેવો , લીલા શાકભાજી તથા સોયાબીન ખોરાકમાં લેવાથી ફાયટોસ્ટ્રોજન મળે છે જે મેનોપોઝની તકલીફમાં રાહત આપે છે. જો મેનોપોઝની તકલીફ વધારે હોય તો ઓછી માત્રામાં ઈસ્ટ્રોજનની આપવામાં આવે છે. દરેક સ્ત્રીઓને આ સમય દરમિયાન નાની-મોટી તકલીફ રહેતી હોય છે તેમાંથી બહાર આવવા સકારાત્મક વિચાર રેગ્યુલર કસરત અને ચોક્કસ ડાઇટ ખુબ જરૂરી છે.

સર્ગીકલ મોનોપોઝ એટલે શું?

નાની ઉંમરમાં જો ગર્ભાશય, અંડાશય કાઢી નાખવામાં આવે તો ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટીરોનનું લેવલ ખુબ નીચું જતું રહે છે તથા મોનોપોઝની તકલીફ ચાલુ થઇ જાય છે. તેને સર્જીકલ મેનોપોઝ કહે છે આવા સમયે હોર્મોન્સની સારવાર આપવી જરૂરી છે.

મોનોપોઝનું કાઉન્સેલિંગ ખૂબ આવશ્યક: ડો.ચંદ્રિકા પંડ્યા

અબતક સાથેની ખાસ વાતચીતમાં ડો. ચંદ્રિકા પંડ્યા એ જણાવ્યું કે, મોનોપોસ એ કુદરતી રીતે થતી પ્રક્રિયા છે. 40 થી 48 વર્ષની મહિલાઓને આ મોનોપોઝ જોવા મળે છે અને મોનોપોઝ ના લક્ષણો શારીરિક અને માનસિક છે જેમ કે અનિંદ્રા થવી વાળ ખરવા ડ્રાય સ્કિન થવી જાતીયતામાં સંતોષ ન થવો. ખાવા પીવાની રીત ભાત જુદી થવી સ્વભાવ ચીડીયા પણ થવું. આ તમામ લક્ષણો મોનોપોઝના છે. મોનોપોઝ એ ગંભીર બીમારી નથી તેની સારવાર સરળતાથી થઈ શકે છે જો કોઈ પણ મહિલાને મોનોપોઝ હોય તે મહિલાને મનગમતી પ્રવૃત્તિઓ કરવી અને ડોક્ટરનું યોગ્ય માર્ગદર્શન મેળવી મોનોપોઝને નીવારી શકાય છે.

યોગ, પ્રાણાયામ અને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય જાળવવું: ડો.દીપા મણિયાર

અબતક સાથેની ખાસ વાતચીતમાં ડો. દીપા મણિયાર એ જણાવ્યું કે, મેનોપોઝ એટલે સ્ત્રીના જીવનનો એવો તબક્કો કે જ્યારે માસિક ધર્મ આવવાનો બંધ થાય અને ત્યારબાદ તે ક્યારેય ગર્ભધારણ ન કરી શકે. આ રીતે જે સ્ત્રીને એક વર્ષના સમયગાળામાં ક્યારેય માસિક ન આવ્યું હોય તો તેને મેનોપોઝ કહી શકાય. મોનોપોસ એ 50 થી 55 વર્ષની મહિલાઓને જોવા મળતો રોગ છે.

મોનોપોઝના લક્ષણો

  • મૂડમાં વારંવાર બદલાવ
  • હોટ ફલશ (રાત્રે પરસેવોથી ઊંઘમાં ખલેલ)
  • ગભરાટ કે નબળી ગુણવત્તાવાળી ઊંઘ
  • રોજ થાકનો અનુભવ
  • યાદશક્તિમાં ઘટાડો/નબળી એકાગ્રતા
  • હતાશા
  • શુષ્ક ત્વચા
  • યોનિમાર્ગની શુષ્કતા અને દુ:ખાવો

લક્ષણોને અમુક હદ સુધી કેવી રીતે નિયંત્રણ કરી શકાય?

  • મીઠાનો અતિરેક ટાળવો
  • પાણી પુષ્કળ પ્રમાણમાં પીવુ
  • વિટામીન B6, B12 નું સેવન કરવું
  • તાજા ફળો અને ફળોના રસ નું સેવન કરવું
  • કેલ્શિયમ, વિટામીન ઈ અને વિટામીન ઊ લેવા
  • યોગ, ધ્યાન અને પ્રાણાયામ કરવા
  • કીગલ એક્સરસાઇઝ અથવા પેલ્વીક ફ્લોર મસલ્સ એક્સરસાઇઝ કરવા જે તમારા યોનીમાર્ગને સપોર્ટ કરતા સ્નાયુને મજબૂત બનાવે છે અને ઘણા અંશે સ્ટ્રેસ યુરિનરી ઇન્કોન્ટીનન્સ (જઞઈં) માં રાહત આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.